SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ વિધવિધ નિજ પરિણામને જ્ઞાની જરૂર જાણે ભલે, પરદ્રવ્યપર્યાયે ન પ્રણમે, નવ ગ્રહે, નવ ઊપજે. ૭૭. અર્થ જ્ઞાની અનેક પ્રકારના પોતાના પરિણામને જાણતો હોવા છતાં નિશ્ચયથી પરદ્રવ્યના પર્યાયમાં પરિણમતો નથી, તે ગ્રહણ કરતો નથી અને તે રૂપે ઊપજતો નથી. ण वि परिणमदि ण गिण्हदि उप्पज्जदि ण परदव्वपज्जाए। णाणी जाणंतो वि हु पोग्गलकम्मप्फलमणंतं ॥७॥ પુદ્ગલકરમનું ફળ અનંતે જ્ઞાની જીવ જાણે ભલે, પદ્રવ્યપર્યાયે ન પ્રણમે, નવ ગ્રહે, નવ ઊપજે. ૭૮. અર્થ જ્ઞાની પુદ્ગલકર્મનું ફળ કે જે અનંત છે તેને જાણતો હોવા છતાં પરમાર્થે પરદ્રવ્યના પર્યાયરૂપ પરિણમતો નથી, તેને ગ્રહણ કરતો નથી અને તે-રૂપે ઊપજતો નથી. ण वि परिणमदि ण गिण्हदि उप्पज्जदि ण परदव्वपज्जाए। पोग्गलदव्वं पि तहा परिणमदि सएहिं भावेहिं ॥७९॥ એ રીત પુદ્ગલદ્રવ્ય તે પણ નિજ ભાવે પરિણમે, પરદ્રવ્યપર્યાયે ન પ્રણામે, નવ ગ્રહે, નવ ઊપજે. ૭૯. અર્થ એવી રીતે પુગલદ્રવ્ય પણ પરદ્રવ્યના પર્યાયરૂપ પરિણમતું નથી, તેને ગ્રહણ કરતું નથી અને (તે-રૂપે) ઊપજતું નથી, કારણ કે તે પોતાના જ ભાવોથી (-ભાવરૂપ) પરિણમે છે. जीवपरिणामहे, कम्मत्तं पोग्गला परिणमंति। पोग्गलकम्मणिमित्तं तहेव जीवो वि परिणमदि॥ ८०॥ ण वि कुव्वदि कम्मगुणे जीवो कम्मं तहेव जीवगुणे। अण्णोण्णणिमित्तेण दु परिणाम जाण दोण्हं पि॥८१॥ एदेण कारणेण दु कत्ता आदा सएण भावेण । पोग्गलकम्मकदाणं ण दु कत्ता सव्वभावाणं ॥८२॥ જીવભાવહેતુ પામી પુદ્ગલ કર્મરૂપે પરિણમે; એવી રીતે પુદ્ગલકરમનિમિત્ત જીવ પણ પરિણમે. ૮૦.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy