SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ एमेव मिच्छदिट्ठी गाणी णीसंसयं हवदि एसो। जो परदव्वं मम इदि जाणतो अप्पयं कुणदि॥ ३२६ ॥ तम्हा ण मे त्ति णच्चा दोण्ह वि एदाण कत्तविवसायं। परदव्वे जाणतो जाणेज्जो दिहिरहिदाणं ॥ ३२७॥ વ્યવહારમૂઢ અતત્ત્વવિદ્ પરદ્રવ્યને “મારું” કહે, ‘પરમાણુમાત્ર ને મારું જ્ઞાની જાણતા નિશ્ચય વડે. ૩૨૪. જ્યમ પુરુષ કોઈ કહે “અમારું ગામ, પુર ને દેશ છે', પણ તે નથી તેનાં, અરે ! જીવ મોહથી મારાં' કહે; ૩૨૫. એવી જ રીતે જે જ્ઞાની પણ મુજ જાણતો પરદ્રવ્યને, નિજરૂપ કરે પરદ્રવ્યને, તે જરૂર મિથ્યાત્વી બને. ૩૨૬. તેથી “ન મારું જાણી જીવ, પરદ્રવ્યમાં આ ઉભયની કર્તુત્વબુદ્ધિ જાણતો, જાણે સુદણિરહિતની. ૩૨૭. અર્થ : જેમણે પદાર્થનું સ્વરૂપ જાણ્યું નથી એવા પુરુષો વ્યવહારના વચનોને ગ્રહીને ‘પદ્રવ્ય મારું છે એમ કહે છે, પરંતુ જ્ઞાનીઓ નિશ્ચય વડે જાણે છે કે કોઈ પરમાણુમાત્ર પણ મારું નથી'. જેવી રીતે કોઈ પુરુષ “અમારું ગામ, અમારો દેશ, અમારું નગર, અમારું રાષ્ટ્ર’ એમ કહે છે, પરંતુ તે તેના નથી, મોહથી તે આત્મા “મારાં' કહે છે, તેવી જ રીતે જે જ્ઞાની પણ પરદ્રવ્ય મારું છે' એમ જાણતો થકો પરદ્રવ્યને પોતારૂપ કરે છે, તે નિઃસંદેહ અર્થાત્ ચોક્કસ મિથ્યાદષ્ટિ થાય છે. માટે તત્ત્વજ્ઞો પરદ્રવ્ય મારું નથી' એમ જાણીને, આ બન્નેનો (લોકનો અને શ્રમણનો-) પરદ્રવ્યમાં કર્તાપણાનો વ્યવસાય જાણતા થકા, એમ જાણે છે કે આ વ્યવસાય સમ્યગ્દર્શન રહિત પુરુષોનો છે. मिच्छत्तं जदि पयडी मिच्छादिट्ठी करेदि अप्पाणं। तम्हा अचेदणा ते पयडी णणु कारगो पत्तो॥३२८॥ अहवा एसो जीवो पोग्गलदव्वस्स कुणदि मिच्छत्तं । तम्हा पोग्गलदव्वं मिच्छादिट्ठी ण पुण जीवो॥ ३२९ ॥ अह जीवो पयडी तह पोग्गलदव्वं कुणंति मिच्छत्तं । तम्हा दोहिं कदंतं दोण्णि वि भुंजंति तस्स फलं ॥ ३३०॥
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy