SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૯ અર્થ સમ્યક (યથાતથપણે) પદાર્થોને જાણતા થકા જેઓ બહિરંગ તથા અંતરંગ પરિગ્રહને છોડીને વિષયોમાં આસક્ત નથી, તેમને ‘શુદ્ધ કહેવામાં આવ્યા છે. सुद्धस्स य सामण्णं भणियं सुद्धस्स दंसणं णाणं। सुद्धस्स य णिव्वाणं सो च्चिय सिद्धो णमो तस्स ॥ २७४ ॥ રે! શુદ્ધને શ્રમણ્ય ભાખ્યું, જ્ઞાનદર્શન શુદ્ધને, છે શુદ્ધને નિર્વાણ, શુદ્ધ જ સિદ્ધ, પ્રણમું તેહને. ૨૭૪. અર્થ શુદ્ધને (-શુદ્ધોપયોગીને) શ્રમણ્ય કહ્યું છે, શુદ્ધને દર્શન અને જ્ઞાન કહ્યું છે, શુદ્ધને નિર્વાણ હોય છે, તે જ (શુદ્ધ જ) સિદ્ધ હોય છે, તેને નમસ્કાર હો. बुज्झदि सासणमेयं सागारणगारचरियया जुत्तो। जो सो पवयणसारं लहुणा कालेण पप्पोदि॥ २७५ ॥ સાકાર અણ-આકાર ચર્ચાયુક્ત આ ઉપદેશને જે જાણતો, તે અલ્પ કાળે સાર પ્રવચનનો લહે. ૨૭૫. અર્થ જે સાકાર-અનાકાર ચર્યાથી યુક્ત વર્તતો થકો આ ઉપદેશને જાણે છે, તે અા કાળે પ્રવચનના સારને (-ભગવાન આત્માને) પામે છે..
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy