SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ અસહાય, ઇંદ્રિવિહીન, કેવળ, તે સ્વભાવિક જ્ઞાન છે; સુજ્ઞાન ને અજ્ઞાન - એમ વિભાવજ્ઞાન દ્વિવિધ છે. ૧૧. મતિ, કૃત, અવધિ, મન:પર્યય-ભેદ છે સુજ્ઞાનના; કુમતિ, કુઅવધિ, કુશ્રુત-એ ત્રણ ભેદ છે અજ્ઞાનના. ૧૨. અર્થ : જે (જ્ઞાન) કેવળ, ઇન્દ્રિયરહિત અને અસહાય છે, તે સ્વભાવજ્ઞાન છે; સમ્યજ્ઞાન અને મિથ્યાજ્ઞાનરૂપ ભેદ પાડવામાં આવતાં, વિભાવજ્ઞાન બે પ્રકારનું છે. સમ્યજ્ઞાન ચાર ભેદવાળું છે મતિ, શ્રુત, અવધિ તથા મન:પર્યય; અને અજ્ઞાન (-મિથ્યાજ્ઞાન) મતિ આદિના ભેદથી ત્રણ ભેદવાળું છે. तह दंसणउवओगो ससहावेदरवियप्पदो दुविहो। केवलमिंदियरहियं असहायं तं सहावमिदि भणिदं ॥१३॥ ઉપયોગ દર્શનનો સ્વભાવ-વિભાવરૂપ ક્રિવિધ છે; અસહાય, ઇંદ્રિવિહીન, કેવળ, તે સ્વભાવ કહેલ છે. ૧૩ અર્થ તેવી રીતે દર્શનોપયોગ સ્વભાવ અને વિભાવના ભેદથી બે પ્રકારનો છે. જે કેવળ, ઇન્દ્રિયરહિત અને અસહાય છે, તે સ્વભાવદર્શનોપયોગ કહ્યો છે. चक्खु अचक्खू ओही तिण्णि वि भणिदं विहावदिट्ठित्ति। पज्जाओ दुवियप्पो सपरावेक्खो य णिरवेक्खो॥ १४ ॥ ચક્ષુ, અચકું, અવધિ-એ ત્રણ દર્શન વિભાવિક છે કહ્યાં; નિરપેક્ષ, સ્વપરાપેક્ષ - એ બે ભેદ છે પર્યાયના. ૧૪. અર્થ ચક્ષુ, અચક્ષુ અને અવધિ એ ત્રણે વિભાવદર્શન કહેવામાં આવ્યા છે. પર્યાય દ્વિવિધ છે: અપરાપેક્ષ (સ્વ અને પરની અપેક્ષા યુક્ત) અને નિરપેક્ષ. णरणारयतिरियसुरा पज्जाया ते विहावमिदि भणिदा। कम्मोपाधिविवज्जियपज्जाया ते सहावमिदि भणिदा ॥१५॥ તિર્યંચ-નાક-દેવ-નર પર્યાય વૈભાવિક કહ્યા; પર્યાય કર્મોપાધિવર્જિત તે સ્વભાવિક ભાખિયા. ૧૫. અર્થ મનુષ્ય, નારક, તિર્યંચ ને દેવરૂપ પર્યાયો તે વિભાવપર્યાયો કહેવામાં આવ્યા છે; કપાધિ રહિત પર્યાયો તે સ્વભાવપર્યાયો કહેવામાં આવ્યા છે.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy