SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ जो ण करेदि दुगुंछं चेदा सव्वेसिमेव धम्माणं। सो खलु णिन्विदिगिच्छो सम्मादिट्ठी मुणेदव्वो॥ २३१॥ સૌ કોઈ ધર્મ વિશે જુગુપ્સાભાવ જે નહિ ધારતો, ચિમૂર્તિ નિર્વિચિકિત્સ સમકિતદષ્ટિ નિશ્ચય જાણવો. ૨૩૧. અર્થ : જે ચેતયિતા બધા ધર્મો (વસ્તુના સ્વભાવો) પ્રત્યે જુગુપ્સા (ગ્લાનિ) કરતો નથી તે નિશ્ચયથી નિર્વિચિકિત્સ (વિચિકિત્સાદોષ રહિત) સમ્યગ્દષ્ટિ જાણવો. जो हवदि असम्मूढो चेदा सद्दिट्ठि सव्वभावेसु। सो खलु अमूढदिट्ठी सम्मादिट्ठी मुणेदव्यो॥ २३२॥ સંમૂઢ નહિ જે સર્વ ભાવે, સત્ય દષ્ટિ ધારતો, તે મૂઢદષ્ટિરહિત સમકિતદષ્ટિ નિશ્ચય જાણવો. ૨૩૨. અર્થ : જે ચેતયિતા સર્વ ભાવોમાં અમૂઢ છે - યથાર્થ દષ્ટિવાળો છે, તે ખરેખર અમૂઢદષ્ટિ સમ્યગ્દષ્ટિ જાણવો. जो सिद्धभत्तिजुत्तो उवगृहणगो दुसव्वधम्माणं। सो उवगृहणकारी सम्मादिट्ठी मुणेदव्वो ॥ २३३ ॥ જે સિદ્ધભક્તિસહિત છે, ઉપગૃહક છે સૌ ધર્મનો, ચિમૂર્તિ તે ઉપગૃહનકર સમકિતદષ્ટિ જાણવો. ૨૩૩. અર્થ જે (ચેતયિતા) સિદ્ધની (શુદ્ધાત્માની) ભક્તિ સહિત છે અને પરવસ્તુના સર્વ ધર્મોને ગોપવનાર છે (અર્થાત્ રાગાદિ પરભાવોમાં જોડાતો નથી) તે ઉપગૃહનકારી સમ્યગ્દષ્ટિ જાણવો. उम्मग्गं गच्छंतं सगं पि मग्गे ठवेदि जो चेदा। सो ठिदिकरणाजुत्तो सम्मादिट्ठी मुणेदव्वो ॥ २३४ ॥ ઉન્માર્ગગમને સ્વાત્મને પણ માર્ગમાં જે સ્થાપતો, ચિમૂર્તિ તે સ્થિતિકરણયુત સમક્તિદષ્ટિ જાણવો. ૨૩૪. અર્થ : જે ચેતયિતા ઉન્માર્ગે જતાં પોતાના આત્માને પણ માર્ગમાં સ્થાપે છે, તે સ્થિતિકરણયુક્ત (સ્થિતિકરણગુણ સહિત) સમ્યગ્દષ્ટિ જાણવો. जो कुणदि वच्छलत्तं तिहं साहूण मोक्खमग्गम्हि। सो वच्छलभावजुदो सम्मादिट्ठी मुणेदव्यो॥ २३५॥
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy