SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૮ (૧) સમત્વાચરણ ચારિત્ર. (૨) સંયમાચરણ ચારિત્ર. જિનોપદષ્ટિ જ્ઞાન-દર્શન શુદ્ધ સમ્યકત્વાચરણ ચારિત્ર છે અને શુદ્ધ આચરણરૂપ સંયમાચરણ ચારિત્ર છે. સંકોપમાં એમ કહી શકાય કે શંકાદિ દોષોથી રહિત, નિઃશંકિતાદિ ગુણોથી યુક્ત, તત્ત્વાર્થના યથાર્થ સ્વરૂપને જાણીને એનું શ્રદ્ધા અને આચરણ કરવું તે સમ્યક્વાચરણ ચારિત્ર છે. જે જ્ઞાની અમૂઢદષ્ટિ થયા થકા સમત્વાચરણ ચારિત્રથી શુદ્ધ થઈને સંયમાચરણ ચારિત્રથી પણ શુદ્ધ હોય તો શીઘ મુક્તિને પ્રાપ્ત કરે છે અને જે અજ્ઞાનથી મૂઢદષ્ટિ હોય છે તે સમ્યકત્વાચરણ ચારિત્રથી ભ્રષ્ટ જ છે અને સંયમનું આચરણ કરે છે તેની મુક્તિ સંભવ નથી. વાત્સલ્ય, વિનય, અનુકંપા, દાન, માર્ગગુણસ્તવના( નિગ્રંથ માર્ગના ગુણની પ્રશંસા), ઉપગૂહન, રક્ષણ આ સમ્યકત્વના ચિહ્ન છે જેનાથી સમ્યગ્દષ્ટિની ઓળખાણ થાય છે. જે પુરુષ કુદર્શનમાં ઉત્સાહ, ભાવના, પ્રશંસા, શ્રદ્ધા અને ઉપાસના કરે છે, તે સમ્યકત્વથી ચુત થાય છે તથા જે સુદર્શનમાં ઉત્સાહ, ભાવના, પ્રશંસા, શ્રદ્ધા અને ઉપાસના કરે છે તે સમ્યકત્વથી ચુત નથી થતો. આચાર્યદેવ ઉપદેશ આપતાં કહે છે કે હે ભવ્ય ! તું અજ્ઞાનને જ્ઞાનથી અને મિથ્યાત્વને વિશુદ્ધ સમ્યકત્વથી દૂર કરી તથા અહિંસારૂપ ધર્મ દ્વારા આરંભસહિત મોહને છોડ. પરિગ્રહનો ત્યાગ કરી દીક્ષા ધારણ કર, સંયમભાવપૂર્વક તપ કર. આવું કરવાથી તેને મોહરહિત વીતરાગરૂપ નિર્મળ શુક્લધ્યાન થશે - મોક્ષની પ્રાપ્તિ થશે. સંયમાચરણ ચારિત્ર બે પ્રકારનું છે. સાગાર અને અનાગાર. સાગાર સંયમાચરણ ગ્રંથ સહિત શ્રાવકને હોય છે અને અનાગાર સંયમાચરણ પરિગ્રહરહિત નિગ્રંથ મુનિને હોય છે. સાગાર સંયમાચરણના ધારી શ્રાવકોને અગીયાર પ્રતિમાં અને બાર વ્રત હોય છે. પ્રતિમા આ પ્રમાણે છે. (૧) દર્શન (૨) વ્રત (૩) સામાયિક (૪) પ્રોષધોપવાસ (૫) સચિત્તયાગ (૬) રાત્રિભોજન ત્યાગ (૭) બ્રહ્મચર્ય (૮) આરંભત્યાગ (૯) પરિગ્રહત્યાગ (૧૦) અનુમતિત્યાગ (૧૧) ઉદિષ્ટયાગ. બાર વ્રતમાં પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત છે. પાંચ અણુવ્રત: (૧) સ્થૂલ ત્રસકાયના ઘાતનો ત્યાગ (૨) સ્થૂળ અસત્યનો ત્યાગ (૩) રજા વગરના ધનનો ત્યાગ (૪) પર સ્ત્રી ત્યાગ (૫) પરિગ્રહ પરિમાણ. ત્રણ ગુણવ્રત ઃ (૧) દિશા-વિદિશાના ગમનનો પરિમાણ. (૨) અનર્થ દંડવત (૩) ભોગ-ઉપભોગ પરિમાણ. ચાર શિક્ષાવ્રતઃ (૧) સામાયિક (૨) પ્રોષધ (૩) અતિથિ પૂજા. (૪) સંલેખના.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy