SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૯ અનાગાર સંયમાચરણ મુનિઓને હોય છે. પાંચ ઇન્દ્રિયનો સંવર, પાંચ મહાવ્રતની પચીસ ક્રિયા, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ અનાગાર સંયમાચરણમાં હોય છે જેનું વર્ણન ૨૯ થી ૩૭ ગાથા સુધી નવા ગાથાઓમાં કર્યું છે. એના પછી પાંચ ગાથાઓમાં જ્ઞાનના સ્વરૂપનો મહિમા બતાવતા આચાર્ય કહે છે જ્ઞાનથી હીન પુરુષ ઇચ્છિત વસ્તુઓને પ્રાપ્ત નથી કરી શકતો, કારણ કે જ્ઞાન વિના ગુણ-દોષોની જાણકારી નથી થતી, જીવ-અજીવનું ભેદજ્ઞાન નથી થતું. ગુણ-દોષોને જાણવા માટે સમ્યજ્ઞાનને જાણવું જોઈએ. સમ્યજ્ઞાનપૂર્વક ચારિત્ર અંગીકાર કરવાથી જ અનુપમ મોક્ષની પ્રપ્તિ થાય છે. જે ઉક્ત સમ્યકત્વ આચરણપૂર્વક સંયમાચરણ ચારિત્ર અંગીકાર કરે છે, એ અલ્પકાળમાં જ મુક્તિને પ્રાપ્ત કરે છે. અંતમાં આચાર્ય કહે છે આ ચારિત્ર પાહુડને તમે શુદ્ધભાવથી ભાવો, જેનાથી તમે ચાર ગતિઓમાં ભ્રમણ નહિ કરો અને શાશ્વત મોક્ષને પ્રાપ્ત થશો. ૪. બોધ પાહુડઃ બાસઠ ગાથાઓમાં નિબદ્ધ આ પાહુડમાં પ્રતિપાદિત વિષયવસ્તુને આચાર્યદવે અગીયાર સ્થાનોમાં વિભાજિત કર્યું છે જે ક્રમશઃ આ પ્રમાણે છે. (૧) આયતન (૨) ચૈત્યગૃહ, (૩) જિન પ્રતિમા (૪) દર્શન (૫) જિનબિંબ (૬) જિનમુદ્રા (૭) જ્ઞાન (૮) દેવ (૯) તીર્થ (૧૦) અરહંત (૧૧) પ્રવજ્યા. આ અધિકારમાં ઉક્ત અગીયાર સ્થાનોના માધ્યમથી એક પ્રકારે નિગ્રંથ સાધુઓનું સ્વરૂપ જ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. નિશ્ચયથી નિર્દોષ-નિગ્રંથ સાધુ જ આયતન છે, ચૈત્યગૃહ છે, જિન પ્રતિમા છે, દર્શન છે, જિનબિંબ છે, જિન મુદ્રા છે, જ્ઞાન છે, દેવ છે, તીર્થ છે, અરહંત છે અને પ્રવજ્યા છે. વ્યવહારથી ધાતુ-પાષણમય એની આકૃતિ જ વંદ્ય છે. ધ્યાન રહે, સાધુઓમાં અરહંત પણ સમ્મિલિત હોય છે. (૧) આયતન: આયતન એટલે ધર્મના સ્થાન. જિનમાર્ગમાં બાહ્યાભંતર સંયમના ધણી મુનિરાજ જ આયતન છે. એનામાં જે શ્રેષ્ઠ છે, કેવળજ્ઞાનાદિ સહિત છે, એ સિદ્ધાયતન છે. વાસ્તવિક ધર્માયતન તો ધર્મના ધણી મુનિરાજ જ છે, વ્યવહારથી એમના આવાસને પણ ધર્માયતન કહે છે. (૨) ચૈત્યગૃહ : જેમાં સુખ-દુઃખ, બંધ-મોક્ષની ચેતના જોવામાં આવે તે આત્મા ચૈત્ય છે. છ કાયના જીવોની રક્ષા કરવાવાળા સંયમી, આત્મજ્ઞાની મુનિરાજ જ ચૈત્યગૃહ છે. વ્યવહારથી જિનાલય ને પણ ચૈિત્યગૃહ અથવા ચૈત્યાલય કહે છે. (૩) જિનપ્રતિમા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રથી યુક્ત નિગ્રંથ વીતરાગી મુનિરાજની ચાલતી ફરતી જંગમ દેહ જ જંગમ પ્રતિમા છે અને અષ્ટકર્મરહિત, અનંત ચતુષ્ટય સહિત, દેહરહિત, અચલ સિઇ ભગવાન જ
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy