SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ ઇંદ્રિય વડે ઉપભોગ્ય,ઇંદ્રિય, કાય, મન, ને કર્મ જે, વળી અન્ય જે કંઈ મૂર્ત તે સઘળું ય પુદ્ગલ જાણજે. પુદ્ગલનો વિસ્તાર કરતાં જણાવે છે ઃ - ઇંદ્રિય વડે ઉપભોગ્ય વિષયો, ઇંદ્રિયો, શરીરો, મન, કર્મો અને બીજું જે કાંઈ મૂર્ત હોય તે સઘળું પુદ્ગલ જાણો . આ રીતે જીવ ને પુદ્ગલનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. હવે ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય, આકાશ અને કાળનું સ્વરૂપ બતાવે છે. ધર્માસ્તિકાય અવર્ણગંધ, અશબ્દરસ, અસ્પર્શ છે; લોકાવગાહી, અખંડ છે, વિસ્તૃત, અસંખ્યપ્રદેશ છે. ૮૩. ધર્માસ્તિકાય અસ્પર્શ, અરસ, અગંધ, અવર્ણ અને અશબ્દ છે; લોકવ્યાપક છે; અખંડ, વિશાળ અને અસંખ્યાત પ્રદેશી છે. હવે ધર્માસ્તિકાયનું કાર્ય ૮૪-૮૫માં બતાવે છે. જે અગુરુલઘુક અનંત તે-રૂપ સર્વદા એ પરિણમે, છે નિત્ય, આપ અકાર્ય છે, ગતિપરિણમિત હેતુ છે. જ્યમ જગતમાં જળ મીનને અનુગ્રહ કરે છે ગમનમાં, ત્યમ ધર્મ પણ અનુગ્રહ કરે જીવ-પુદ્ગલોને ગમનમાં. તે (ધર્માસ્તિકાય) અનંત એવા જે અગુરુલઘુ (ગુણો, અંશો) તે રૂપે સદા પરિણમે છે, નિત્ય છે, ગતિક્રિયા યુક્તને કારણભૂત (નિમિત્તરૂપ) છે અને પોતે અકાર્ય છે. હવે દૃષ્ટાંતથી આ વાત સમજાવે છે. જેમ જગતમાં પાણી માછલીને ગમનમાં અનુગ્રહ કરે છે, તેમ ધર્મદ્રવ્ય જીવ-પુદ્ગલોને ગમનમાં અનુગ્રહ કરે છે (નિમિત્તભૂત હોય છે) એમ જાણો. હવે અધર્માસ્તિકાયનું વર્ણન કરે છે. જ્યમ ધર્મનામક દ્રવ્ય તેમ અધર્મનામક દ્રવ્ય છે; પણ દ્રવ્ય આ છે પૃથ્વી માફક હેતુ થિતિપરિણમિતને. ૮૬. જેમ ધર્મદ્રવ્ય છે તેમ અધર્મ નામનું દ્રવ્ય પણ જાણો; પરંતુ તે (ગતિ-ક્રિયાયુક્તને કારણભૂત હોવાને બદલે) સ્થિતિક્રિયાયુક્તને-પૃથ્વીની માફક-કારણભૂત છે. (અર્થાત્ સ્થિતિક્રિયાપરિણત જીવ-પુદ્ગલોને નિમિત્તભૂત છે)
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy