SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૫ परिणामादो बंधो परिणामो रागदोसमोहजुदो । असुहो मोहपदोसो सुहो व असुहो हवदि रागो ॥ १८० ॥ પરિણામથી છે બંધ, રાગ-વિમોહ-દ્વેષથી યુક્ત જે; છે મોહ-દ્વેષ અશુભ, રાગ અશુભ વા શુભ હોય છે. ૧૮૦ અર્થ : પરિણામથી બંધ છે, (જે) પરિણામ રાગ-દ્વેષ-મોહયુક્ત છે. (તેમાં) મોહ અને દ્વેષ અશુભ છે, રાગ શુભ અથવા અશુભ હોય છે. सुहपरिणामो पुण्णं असुहो पावं ति भणिदमण्णेसु । परिणामो णण्णगदो दुक्खक्खयकारणं समये ।। १८१ ॥ પર માંહી શુભ પરિણામ પુણ્ય, અશુભ પરમાં પાપ છે; નિજદ્રવ્યગત પરિણામ સમયે દુઃખક્ષયનો હેતુ છે. ૧૮૧. અર્થ ઃ પર પ્રત્યે શુભ પરિણામ પુણ્ય છે અને (પર પ્રત્યે) અશુભ પરિણામ પાપ છે એમ કહ્યું છે; પર પ્રત્યે નહિ પ્રવર્તતો એવો પરિણામ સમયે દુઃખક્ષયનું કારણ છે. भणिदा पुढ़विप्पमुहा जीवणिकायाध थावरा य तसा । अण्णा ते जीवादो जीवो वि य तेहिंदो अण्णो ॥ १८२ ॥ સ્થાવર અને ત્રસ પૃથ્વીઆદિક જીવકાય કહેલ જે, તે જીવથી છે અન્ય તેમ જ જીવ તેથી અન્ય છે. ૧૮૨ અર્થ ઃ હવે સ્થાવર અને ત્રસ એવા જે પૃથ્વીઆદિક જીવનિકાયો કહેવામાં આવ્યા છે, તે જીવથી અન્ય છે અને જીવ પણ તેમનાથી અન્ય છે. atra जादि एवं परमप्पाणं सहावमासेज्ज । कीरदि अज्झवसाणं अहं ममेदं ति मोहादो ॥ १८३ ॥ પરને સ્વને નહિ જાણતો એ રીત પામી સ્વભાવને, તે ‘આ હું, આ મુજ’ એમ અધ્યવસાન મોહ થકી કરે. ૧૮૩. અર્થ : જે એ રીતે સ્વભાવને પામીને (જીવપુદ્ગલના સ્વભાવને નક્કી કરીને) પરને અને સ્વને જાણતો નથી, તે મોહથી ‘આ હું છું, આ મારું છે’ એમ અધ્યવસાન કરે છે.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy