SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૭ સપ્રદેશ અર્થોથી સમાપ્ત સમગ્ર લોક સુનિત્ય છે; તસુ જાણનારો જીવ, પ્રાણચતુષ્કથી સંયુક્ત જે. ૧૪૫. અર્થ સપ્રદેશ પદાર્થો વડે સમાપ્તિ પામેલો આખો લોક નિત્ય છે. તેને જે જાણે છે તે જીવ છે - કે જે (સંસાર દશામાં) ચાર પ્રાણોથી સંયુક્ત છે. ૧. છ દ્રવ્યોથે જ આખો લોક સમાપ્ત થાય છે અર્થાત્ તે દ્રવ્યો ઉપરાંત બીજું કાંઈ લોકમાં નથી. इंदियपाणो य तधा बलपाणो तह य आउपाणो य। आणप्पाणप्पाणो जीवाणं होति पाणा ते॥१४६॥ ઇંદ્રિયપ્રાણ, તથા વળી બળપ્રાણ, આયુપ્રાણ ને વળી પ્રાણ શ્વાસોચ્છવાસ-એ સૌ, જીવ કેરા પ્રાણ છે. ૧૪૬. અર્થ ઈન્દ્રિયપ્રાણ, બળપ્રાણ, આયુપ્રાણ તથા શ્વાસોશ્વાસપ્રાણ - એ (ચાર) જીવોના પ્રાણી છે. पाणेहिं चदुहिं जीवदि जीविस्सदि जो हि जीविदो पुव्वं । सो जीवो पाणा पुण पोग्गलदव्वेहिं णिवत्ता ॥ १४७॥ જે ચાર પ્રાણે જીવતો પૂર્વે, જીવે છે, જીવશે, તે જીવ છે; પણ પ્રાણ તો પુદ્ગલદરવનિષ્પન્ન છે. ૧૪૭. અર્થ જે ચાર પ્રાણોથી જીવે છે, જીવશે અને પૂર્વે જીવતો હતો, તે જીવ છે. આમ છતાં પ્રાણો તો પુદ્ગલદ્રવ્યોથી નિષ્પન્ન છે. जीवो पाणणिबद्धो बद्धो मोहादिएहिं कम्मेहिं। उवभुंजं कम्मफलं बज्झदि अण्णेहिं कम्मेहिं॥ १४८॥ મોહાદિકર્મનિબંધથી સંબંધ પામી પ્રાણનો, જીવકર્મફળ-ઉપભોગ કરતાં, બંધ પામે કર્મનો. ૧૪૮. અર્થ મોહાદિક કર્મો વડે બંધાયો હોવાને લીધે જીવ પ્રાણોથી સંયુક્ત થયો થકો કર્મફળને ભોગવતાં અન્ય કર્મો વડે બંધાય છે. पाणाबाधं जीवो मोहपदेसेहिं कुणदि जीवाणं। जदि सो हवदि हि बंधो णाणावरणादिकम्मेहिं॥१४९॥ જીવ મોહ-દ્વેષ વડે કરે બાધા જીવોના પ્રાણને, તો બંધ જ્ઞાનાવરણ-આદિક કર્મનો તે થાય છે. ૧૪૯.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy