SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૨ आवासएण जुत्तो समणो सो होदि अंतरंगप्पा | आवासयपरिहीणो समणो सो होदि बहिरप्पा ॥ १४९ ॥ આવશ્યકે સંયુક્ત યોગી અંતરાત્મા જાણવો; આવશ્યકે વિરહિત શ્રમણ બહિરંગ આત્મા જાણવો. ૧૪૯. અર્થ : આવશ્યક સહિત શ્રમણ તે અંતરાત્મા છે; આવશ્યક રહિત શ્રમણ તે બહિરાત્મા છે. अंतरबाहिरजप्पे जो वट्टइ सो हवेइ बहिरप्पा | जप्पेसु जो ण वट्टइ सो उच्चइ अंतरंगप्पा ।। १५० ।। જે બાહ્ય-અંતર જલ્પમાં વર્તે, અરે ! બહિરાત્મ છે; જલ્પો વિષે વર્તે નહીં, તે અંતરાત્મા જીવ છે. ૧૫૮. અર્થ : જે અંતર્બાહ્ય જલ્પમાં વર્તે છે, તે બહિરાત્મા છે; જે જલ્પોમાં વર્તતો નથી, તે અંતર ત્મા કહેવાય છે. जो धम्मसुक्कझाणम्हि परिणदो सो वि अंतरंगप्पा । झाणविहीणो समणो बहिरप्पा इदि विजाणीहि ॥ १५१ ॥ વળી ધર્મશુક્લધ્યાનપરિણત અંતરાત્મા જાણજે; ને ધ્યાનવિરહિત શ્રમણને બહિરંગ આત્મા જાણજે. ૧૫૧. અર્થ : જે ધર્મધ્યાન અને શુક્લધ્યાનમાં પરિણત છે તે પણ અંતરાત્મા છે; ધ્યાનવિહીન શ્રમણ બહિરાત્મા છે એમ જાણ. पडिकमणपहुदिकिरियं कुव्वंतो णिच्छयस्स चारितं । तेण दु विरागचरिए समणो अब्भुट्टिदो होदि ।। १५२ ।। પ્રતિક્રમણ આદિ ક્રિયા-ચરણ નિશ્ચય તણું-કરતો રહે, તેથી શ્રમણ તે વીતરાગ ચરિત્રમાં આરૂઢ છે. ૧૫૨. અર્થ :પ્રતિક્રમણાદિ ક્રિયાને-નિશ્ચયના ચારિત્રને-(નિરંતર) કરતો રહે છે તેથી તે શ્રમણ વીતરાગ ચારિત્રમાં આરૂઢ છે. वयणमयं पडिकमणं वयणमयं पच्चखाण नियमं च । आलोयण वयणमयं तं सव्वं जाण सज्झायं ।। १५३ ।।
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy