SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ પર૫ નિર્કન્દ, નિર્મમ, દેહમાં નિરપેક્ષ, મુકતારંભ જે, જે લીન આત્મસ્વભાવમાં, તે યોગી પામે મોક્ષને. ૧૨. હવે કહે છે : યોગી સૂતા વ્યવહારમાં તે જાગતા નિજકાર્યમાં; જે જાગતા વ્યવહારમાં તે સુખ આતમકાર્યમાં. ૩૧. ઇમ જાગી યોગી સર્વથા છોડે સકળ વ્યવહારને, પરમાત્માને ધ્યાને યથા ઉપદિષ્ટ જિનદેવો પડે. ૩૨. છે સિદ્ધ, આત્મા શુદ્ધ છે ને સર્વજ્ઞાનીદ છે, તું જાણરે!-જિનવરકથિત આજીવકેવળ જ્ઞાન છે. ૩૫. રત્નત્રયીયુત સંયમી નિજશક્તિતઃ તપને કરે, શુદ્ધાત્મને ધાતો થકો ઉત્કૃષ્ટ પદને તે વરે. ૪૩. હવે ચારિત્રની વ્યાખ્યા કરતાં બતાવે છે કે આત્મતત્વને જાણીને પુણ્ય અને પાપ બનો પરિહાર કરવો તેને ભગવાને ચારિત્ર કહ્યું છે, ને એવું રાગ-દ્વેષ વગરનું ચારિત્ર તે જ મોક્ષનું સાધન છે. તે નિજ ધર્મ છે ને ધર્મ નિજ સ્વભાવ છે, તે જીવના વણરાગરોષ અનન્યમય પરિણામ છે. ૫૦. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનો જે આરાધક છે તે જીવ મોક્ષનો સાધક છે, સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રની આરાધના તે જિનમુદ્રા છે. હવે એકથી એક પગથિયું દુષ્કર છે એમ બતાવ્યું છે. જીવ જાણવો દુષ્કર પ્રથમ, પછી ભાવના દુષ્કર અરે ! ભાવિતનિજાત્મસ્વભાવને દુષ્કર વિષયવૈરાગ્ય છે. ૬૫. હવે અજ્ઞાની કોણ છે તે બતાવે છે : પરદ્રવ્યમાં અણુમાત્ર પણ રતિ હોય જેને મોહથી, તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત આત્મસ્વભાવથી. ૬૯. યોગીઓ કેવી ભાવના ભાવે છે - છું એકલો હું, કોઈ પણ મારા નથી લોકત્રયે, -એ ભાવનાથી યોગીઓ પામે સુશાશ્વત સૌને. ૮૧.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy