SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ ગુણથી અધિક શ્રમણો પ્રતિ સત્કાર, અભુત્થાન ને અંજલિકરણ, પોષણ, ગ્રહણ, સેવન અહીં ઉપદિષ્ટ છે. ર૬૨. અર્થ ગુણાધિક (ગુણે અધિક શ્રમણો) પ્રત્યે અભ્યસ્થાન, ગ્રહણ (આદરથી સ્વીકાર), ઉપાસન, પોષણ (તેમના અશન, શયન વગેરેની ચિંતા), સત્કાર (ગુણપ્રશંસા), અંજલિકરણ (વિનયથી હાથ જોડવા) અને પ્રણામ કરવાનું કહ્યું છે. अब्भुट्टेया समणा सुत्तत्थविसारदा उवासेया। संजमतवणाणड्डा पणिवदणीया हि समणेहिं॥ २६३॥ મુનિ સૂત્ર-અર્થપ્રવીણ સંયમજ્ઞાનતપસમૃદ્ધને પ્રણિપાત, અભુત્થાન, સેવા સાધુએ કર્તવ્ય છે. ૨૬૩. અર્થ શ્રમણોએ સૂત્રાર્થવિશારદ (સૂત્રોના અને સૂત્રકથિત પદાર્થોના જ્ઞાનમાં નિપુણ) તથા સંયમતપણાનાટ્ય (સંયમ, તપ અને આત્મજ્ઞાનમાં સમૃદ્ધ) શ્રમણો પ્રત્યે અભ્યથાન, ઉપાસના અને પ્રણિપાત કરવા યોગ્ય છે. ૧. પ્રણિપાત = સાષ્ટાંગ પ્રણામ; પગે પડવું તે; પ્રણામ. ण हवदि समणो त्ति मदो संजमतवसुत्तसंपजुत्तो वि। जदि सद्दहदि ण अत्थे आदपधाणे जिणक्खादे॥ २६४॥ શાસ્ત્ર કહ્યું - તપસૂત્રસંયમયુક્ત પણ સાધુ નહીં, જિન-ઉક્ત આત્મપ્રધાન સર્વ પદાર્થ જો શ્રદ્ધે નહીં. ૨૬૪. અર્થ સૂત્ર, સંયમ અને તપથી સંયુક્ત હોવા છતાં પણ જો (તે જીવ) જિનોક્ત આત્મપ્રધાન પદાર્થોને શ્રદ્ધતો નથી તો તે શ્રમણ નથી - એમ (આગમમાં કહ્યું છે. अववददि सासणत्थं समणं दिट्ठा पदोसदो जो हि। किरियासु णाणुमण्णदि हवदि हि सो णट्ठचारित्तो॥ २६५॥ મુનિ શાસને સ્થિત દેખીને જે દ્વેષથી નિંદા કરે, અનુમત નહીં કિરિયા વિષે, તે નાશ ચરણ તો કરે. ૨૬૫. અર્થ : જે શાસનસ્થ (જિનદેવના શાસનમાં રહેલા) શ્રમણને દેખીને દ્વેષથી તેના અપવાદ બોલે છે અને (સત્કારાદિ) ક્રિયાઓ કરવામાં અનુમત (ખુશી) નથી, તેનું ચારિત્ર નષ્ટ થાય છે.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy