SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ वदणियमाणि धरंता सीलाणि तहा तवं च कुव्वंता। परमट्ठबाहिरा जे णिव्वाणं ते ण विंदति ॥ १५३॥ વ્રતનિયમને ધારે ભલે, તપશીલને પણ આચરે, પરમાર્થથી જે બાહ્ય તે નિર્વાણપ્રાપ્તિ નહીં કરે. ૧૫૩. અર્થ વ્રત અને નિયમો ધારણ કરતાં હોવા છતાં તેમ જ શીલ અને તપ કરતાં હોવા છતાં જેઓ પરમાર્થથી બાહ્ય છે અર્થાત્ પરમ પદાર્થરૂપ જ્ઞાનનું એટલે કે જ્ઞાનસ્વરૂપ આત્માનું જેમને શ્રદ્ધાન નથી) તેઓ નિર્વાણને પામતા નથી. परमट्ठबाहिरा जे ते अण्णाणेण पुण्णमिच्छंति। संसारगमणहे, पि मोक्खहे, अजाणता ॥ १५४॥ પરમાર્થબાહ્ય જીવો અરે ! જાણે ન હેતુ મોક્ષનો, અજ્ઞાનથી તે પુણ્ય ઇચ્છે હેતુ જે સંસારનો. ૧૫૪. અર્થ જેઓ પરમાર્થથી બાહ્ય છે તેઓ મોક્ષના હેતુને નહિ જાણતા થકા - જો કે પુણ્ય સંસારગમનનો હેતુ છે તો પણ - આલાનથી પુણ્યને (મોક્ષનો હેતુ જાણીને) ઇચ્છે છે. जीवादीसदहणं सम्मत्तं तेसिमधिगमो णाणं। रागादीपरिहरणं चरणं एसो दु मोक्खपहो॥ १५५॥ જીવાદિનું શ્રદ્ધાન સમકિત, જ્ઞાન તેમનું જ્ઞાન છે, રાગાદિ-વર્જન ચરણ છે, ને આ જ મુક્તિપંથ છે. ૧૫૫. અર્થ જીવાદિ પદાર્થોનું શ્રદ્ધાન સમ્યકત્વ છે, તે જીવાદિ પદાર્થોનો અધિગમ જ્ઞાન છે અને રાગાદિનો ત્યાગ ચારિત્ર છે. -આ જ મોક્ષનો માર્ગ છે. मोत्तूण णिच्छयटुं ववहारेण विदुसा पवटुंति। परमट्ठमस्सिदाण दुजदीण कम्मक्खओ विहिओ॥१५६॥ વિજ્જનો ભૂતાર્થ તજી વ્યવહારમાં વર્તન કરે, પણ કર્મક્ષયનું વિધાન તો પરમાર્થ-આશ્રિત સંતને. ૧૫૬. અર્થ : નિશ્ચયનયના વિષયને છોડીને વિદ્વાનો વ્યવહાર વડે પ્રવર્તે છે; પરંતુ પરમાર્થને (-આત્મસ્વરૂપને) આશ્રિત યતીશ્વરોને જ કર્મનો નાશ આગમમાં કહ્યો છે. (કેવળ વ્યવહારમાં પ્રવર્તનારા પંડિતોને કર્મક્ષય થતો નથી.)
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy