SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ २४७ જેમ આ જગતમાં અનેક પ્રકારની ભૂમિમાં પડેલાં બીજ ધાનકાળે વિપરીતપણે ફળે છે, તેમ પ્રશસ્ત રાગ વસ્તુભેદથી (પાત્રના ભેદથી) વિપરીતપણે ફળે છે. હવે તે શ્રમણોને સાચા કેમ ઓળખવા અને તેમના પ્રત્યે કેમ વર્તવું એ કહ્યું છે. પ્રકૃત વસ્તુ દેખી અભુત્થાન આદિ ક્રિયા થકી વર્તે શ્રમણ, પછી વર્તનીય ગુણાનુસાર વિશેષથી. ૨૬૧ ગુણથી અધિક શ્રમણો પ્રતિ સત્કાર, અભુત્થાન ને અંજલિકરણ, પોષણ, ગ્રહણ, સેવન અહીં ઉપદિષ્ટ છે. ૨૬૨ અવિકૃત વસ્તુ દેખીને પ્રથમ તો અભ્યત્થાન આદિ ક્રિયાઓ વડે શ્રમણ વર્તા, પછી ગુણ પ્રમાણે ભેદ પાડવો એમ ૫દેશ છે. ગુણાધિક (ગુણે અધિક શ્રમણો) પ્રત્યે અભ્યત્થાન, ગ્રહણ (આદરથી સ્વીકાર), ઉપાસન, પોષણ (તેમનાં અશન, શયન વગેરેની ચિંતા), સત્કાર(ગુણપ્રશંસા), અંજલિકરણ (વિનયથી હાથ જોડવા) અને પ્રણામ કરવાનું અહીં કહ્યું છે. હવે જે હીનણ શ્રમણ વિનયની અપેક્ષા રાખે છે તેનું ફળ બતાવે છે - જે હીનગુણ હોવા છતાં, હું પણ શ્રમણ છું” મદ કરે, ઇચ્છે વિનય ગુણ-અધિક પાસ, અનંતસંસારી બને. ૨૬૩ જે શ્રમણ ગુણ હીન (હલકો) હોવા છતાં હું પણ શ્રમણ છું' એમ માનીને અર્થાત્ ગર્વ કરીને બીજા પાસેથી વિનય ઇચ્છે છે, તે અનંતસંસારી થાય છે. હવે શ્રમણને કોના સંગમાં વસવું તેનું માર્ગદર્શન આપે છે. તેથી શ્રમણને હોય જો દુખમુક્તિ કેરી ભાવના, તો નિત્ય વસવું સમાન અગર વિશેષ ગુણીના સંગમાં. ૨૭૦ લૌકિક જનના સંગથી સંયત પણ અસંયત થાય છે તેથી જો શ્રમણ દુઃખથી પરિમુક્ત થવા ઇચ્છતો હોય તો તે સમાન ગણવાળા શ્રમણના અથવા અધિક ગુણવાળા શ્રમણના સંગમાં નિત્ય વસો. હવે પ્રકરણ પૂર્ણ કરતાં છેલ્લી ત્રણ માર્મિક ગાથાઓ વિચારવા જેવી છે. જાણી યથાર્થ પદાર્થને, તજી સંગ અંતર્બાહ્યને, આસક્ત નહિ વિષયો વિષે જે, “શુદ્ધ ભાખ્યા તેમને. ૨૭૩ સમ્યક (યથાતથપણે) પદાર્થોને જાણતા થકા જેઓ બહિરંગ તથા અંતરંગ પરિગ્રહને છોડીને વિષયોમાં આસક્ત નથી તેમને ‘શુદ્ધ' કહેવામાં આવ્યા છે.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy