SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ 3८४ ૨. અજીવ અધિકાર : પરમાણુ તેમ જ સ્કંધ એ બે ભેદ પુદ્ગલદ્રવ્યના; છ વિકલ્પ છે સ્કંધો તણાં ને ભેદ બે પરમાણુના. ૨૦. પરમાણુ અને સ્કંધ એવા બે ભેદથી પુદ્ગદ્રવ્ય બે ભેદવાળું છે; સ્કંધો ખરેખર છે કારના છે અને પરમાણુના બે ભેદ છે. જે આદિ-મળે અંતમાં પોતે જ છે, અવિભાગી છે, જે ઇંદ્રિયથી નહિ ગ્રાહ્ય છે, પરમાણુ જાણો તેહને. ૨૬. પોતે જ જેનો આદિ છે, પોતે જ જેનું મધ્ય છે અને પોતે જ જેનો અંત છે (અર્થાત્ જેના આદિમાં, મધ્યમાં અને અંતમાં પરમાણુ નિજ સ્વરૂપ જ છે), જે ઇન્દ્રિયોથી ગ્રાહ્ય જણાવાયું ગ્ય) નથી ને જે અવિભાગી છે, તે પરમાણુદ્રવ્ય જાણવા. પરિણામ પરનિરપેક્ષ તેહ સ્વભાવપર્યય જાણવો; પરિણામ સ્કંધસ્વરૂપ તેહ વિભાવપર્યય જાણવો. ૨૮. અન્યનિરપેક્ષ (અન્યની અપેક્ષા વિનાનો) જે પરિણામ તે સ્વભાવપર્યાય છે અને સ્કંધરૂપે પરિણામ તે વિભાવપર્યાય છે. પરમાણને પગલદરવ” વ્યપદેશ છે નિશ્ચય થકી; ને સ્કંધને પુલદરવ' વ્યપદેશ છે વ્યવહારથી. ર૯. નિશ્ચયથી પરમાણુને પગલદ્રવ્ય’ કહેવાય છે અને વ્યવહારથી સ્કંધને 'પુદ્ગલદ્રવ્ય” એવું નામ હોય છે. જીવ-પુગલોને ગમન-સ્થાનનિમિત્ત ધર્મ-અધર્મ છે; જીવાદિ સર્વ પદાર્થને અવગાહહેતુ આભ છે. ૩૦. ધર્મ જીવ-પુદ્ગલોને ગમનનું નિમિત્ત છે અને અધર્મ (તેમની સ્થિતિનું નિમિત્ત છે; આકાશ જીવાદિ સર્વ દ્રવ્યોને અવગાહનું નિમિત્ત છે. જીવોથી ને પુદ્ગલથી પણ સમયો અનંતગુણા કહ્યા; તે કાળ છે પરમાર્થ, જે છે સ્થિત લોકાકાશમાં. ૩૨. હવે, જીવથી તેમ જ પુદ્ગલથી પણ અનંતગુણા સમયો છે; અને જે (કાલાણુઓ) લોકાકાશમાં છે, તે પરમાર્થ કાળ છે.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy