SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ એટલે જો શ્રમણ દેહ કે ધનાદિમાં મમતાને નથી છોડતો એ ઉન્માર્ગે જ છે. હું પરનો નથી, પર મારો નથી, હું તો એક જ્ઞાનસ્વરૂપી જ છું' આ પ્રકાર ધ્યાન કરવાવાળો જ સાચો શ્રમણ છે. આચાર્ય કહે છે કે હું તો આત્માને જ્ઞાનાત્મક, દર્શનભૂત, ધ્રુવ, અચલ, શુદ્ધ, નિરાવલંબી અને અતીન્દ્રિય મહાપદાર્થ માનું છું. શરીર, ધન, સુખ-દુઃખ, શત્રુ-મિત્ર કાંઈ પણ ધ્રુવ નથી, ધ્રુવ તો એક ઉપયોગાત્મક આત્મા જ છે. જો વિશુદ્ધ આત્મા આ પ્રમાણે પરમ આત્માનું ધ્યાન કરે છે, એ જ મોહની દુર્ગન્થિનો નાશ કરે છે. મોહ-રાગ-દ્વેષનો ક્ષય કરવાવાળો શ્રમણ જ અક્ષય સુખને પ્રાપ્ત કરે છે. અંતમાં બધા જ જિન, જિતેન્દ્ર શ્રમણોને નમસ્કાર કરી જે ઉક્ત માર્ગ પર આરૂઢ થઈ સિદ્ધ થયા છે. અંતમાં સ્વયંના નિર્મમત્વ થવાની ઘોષણા કરે છે. ૩. ચરણાનુયોગસૂચક ચૂલિકા: આ અધિકારમાં ચાર વિભાજન છે. (૧) આચરણ પ્રજ્ઞાપન અધિકાર (૩) શુભોપયોગ પ્રજ્ઞાપન અધિકાર (૨) મોક્ષમાર્ગ પ્રજ્ઞાપન અધિકાર (૪) પંચરત્ન પ્રજ્ઞાપન અધિકાર ૧) આચરણ પ્રજ્ઞાપન અધિકાર : જો દુઃખોથી મુક્તિ ઇચ્છતા હોતો શ્રામણનો સ્વીકાર કરો. શ્રમણ્યની વિધિ બતાવતા કહે છે કે માતા-પિતા, પત્નિ-પુત્ર અને બંધુવર્ગની અનુમતિ લઈને પંચાચરણ ધારક શ્રેષ્ઠ શ્રમણોત્તમ આચાર્યની પાસે જઈને દીક્ષા લેવાની ભાવના પ્રગટ કરો અને એવી ભાવના ભાવો કે ન તો હું કોઈનો છું, ન તો કોઈ જગતમાં મારું છે. આ પ્રમાણે યથાજાત નગ્ન દિગંબરરૂપને ધારણ કરો. શ્રમણલિંગ, હિંસાદિ, શૃંગારાદિ, મૂચ્છ અને આરંભથી રહિત ઉપયોગ અને યોગની શુદ્ધિથી સહિત હોય છે. દાઢી-મૂછના લોચની સહિત આ યથાજાત લિંગ જિનેન્દ્રદેવને પરની અપેક્ષાથી રહિત કહ્યો છે. આ સાક્ષાત મોક્ષનું કારણ છે. આ પ્રમાણે પરમગુરુથી પ્રદત્ત અંતર્બાહ્ય દિગંબર શ્રમણ્યને ધારણ કરીને શ્રમણ આત્મસ્થ થાય છે. અચેલપના, અસ્નાન, ભૂમિશયન, અદંતધોવન, ઊભા ઊભા ભોજન, એક જ વાર આહાર શ્રમણોના મૂળ ગુણ છે. આ મૂળ ગુણોમાં પ્રમત્ત થવાવાળો શ્રમણ છેદોપસ્થાનક હોય છે. સંયમના છેદ બે પ્રકારથી છે. બહિરંગ અને અંતરંગ-કાયચેષ્ટા સંબંધી છેદ બહિરંગ છે, ઉપયોગ સંબંધી છેદ અંતરંગ છેદ છે. જ્યારે શ્રમણની પ્રયત્નપૂર્વકની કરવામાં આવેલી કાયચેષ્ટામાં કથંચિત બહિરંગ છેદ હોય છે, તો એને આલોચનાપૂર્વક ક્રિયા કરવી જોઈએ. જ્યારે ઉપયોગ સંબંધી છેદ થાય તો એને વ્યવહારજ્ઞ અને પ્રાયશ્ચિત કુશળ શ્રમણીની પાસે જઈને પોતાના દોષનું નિવેદન કરી જેવો ઉપદેશ આપે તેમ કરવું જોઈએ.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy