________________
૫૦૭ જે સંગ્રહે, રક્ષે બહુશ્રમપૂર્વ, ધ્યાવે ‘આર્તને, તે પાપમોહિતબુદ્ધિ છે તિર્યંચયોનિ, ન શ્રમણ છે. ૫. ૧. બહુશ્રમપૂર્વ = બહુ શ્રમપૂર્વક, ઘણા પ્રયત્નથી. ૨. આર્ત = આર્તધ્યાન. कलहं वादं जूवा णिचं बहुमाणगविओ लिंगी। वच्चदि णरयं पाओ करमाणो लिंगिरूवेण ॥६॥ 'ધૂત જે રમે, બહુમાન-ગર્વિત વાદ-કલહ સદા કરે, લિંગીરૂપે કરતો થકો પાપી નરકગામી બને. ૬. ૧. ધૂત = જુગાર. पाओपहदंभावो सेवदि य अबंभु लिंगरूवेण। सो पावमोहिदमदी हिंडदि संसारकंतारे॥७॥ જે પાપ - ઉપહતભાવ સેવે લિંગમાં અબ્રહ્મને, તે પાપમોહિતબુદ્ધિને પરિભ્રમણ સંસ્કૃતિકાનને. ૭. ૧. પાપ-ઉપહતભાવ = પાપથી જેનો ભાવ હણાયેલો છે એવો પુરુષ. ૨. સંસ્કૃતિકાનને = સંસારરૂપી વનમાં. दसणणाणचरित्ते उवहाणे जइण लिंगरूवेण। अह्र झायदि झाणं अणंतसंसारिओ होदि॥ ८॥
જ્યાં લિંગરૂપે જ્ઞાનદર્શનચરણનું ધારણ નહીં, ને ધ્યાન ધ્યાવે આર્ત, તેહ અનંતસંસારી મુનિ. ૮. जो जोडेदि विवाहं किसिकम्मवणिज्जजीवघादं च । वच्चदि णरयं पाओ करमाणो लिंगिरूवेण॥९॥ જોડે વિવાહ, કરે કૃષિ-વ્યાપાર-જીવવિઘાત જે, લિંગીરૂપે કરતો થકો પાપી નરકગામી બને. ૯. चोराण लाउराण य जुद्ध विवादं च तिव्वकम्मेहिं। जंतेण दिव्वमाणो गच्छदि लिंगी णरयवासं ॥१०॥