SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ પ૨૮ જિનવચનનો ગ્રહી સાર, વિષયવિરક્ત ધીર તપોધનો, કરી સ્નાન શીલસલિલથી, સુખ સિદ્ધિને પામે અહો! ૩૮. આત્માના શુદ્ધ રત્નત્રયરૂપ સ્વભાવને ‘શીલ” કહેવાય છે. એવા સત્ શીલની આરાધના વડે જીવ સિદ્ધાલય સુખને પામે છે. અને છેલ્લે સમાપ્તિ કરતાં આચાર્ય કહે છે : અહંતમાં શુભ ભક્તિ શ્રદ્ધાશુદ્ધિયુત સમ્યકત્વ છે, ને શીલ વિષયવિરાગતા છે; જ્ઞાન બીજું ક્યું હવે? ૪૦. આમ સમ્યજ્ઞાનના મહિમારૂપ અંતમંગળ કરીને આચાર્ય ભગવાને શાસ્ત્ર સમાપ્ત કર્યું છે. સારભૂત : ૧) જિન અધ્યાત્મનું પ્રતિષ્ઠાપક ગ્રંથાધિરાજ “સમયસાર’ આચાર્ય કુંદકુંદની સર્વ શ્રેષ્ઠ રચના છે, જે વિગત બે હજાર વર્ષોથી જૈન સંતોને માર્ગદર્શન કરતી આવી છે. આમાં શુદ્ધનયથી નવ તત્ત્વોનું પ્રતિપાદન છે. આપણે એને જૈનદર્શનની “ગીતા” કહી શકીએ છીએ. ૨) પ્રવચનસાર આચાર્ય કુંદકુંદની બીજી પ્રૌઢત્તમ રચના છે, જેમાં વસ્તુના મૂળ સ્વરૂપનું પ્રતિપાદન છે અને જે દાર્શનિકોના અધ્યયનની મૂળ વસ્તુ છે. આમાં જૈનદર્શનમાં પ્રતિપાદિત વસ્તુસ્વરૂપનું સશક્ત પ્રતિપાદન છે. ૩) પંચાસ્તિકાય સંગ્રહ’ આચાર્ય કુંદકુંદની સરલમાં સરલ કૃતિ છે. જે જનસાધારણને જૈન તત્ત્વજ્ઞાન કરાવવા માટે અત્યંત ઉપયોગી છે. એમાં સરલ, સુબોધ ભાષામાં છ દ્રવ્ય, પંચાસ્તિકાય, નવ પદાર્થો અને રત્નત્રયરૂપ મુક્તિમાર્ગનું પ્રતિપાદન છે. ૪) નિયમસાર” આચાર્ય કુંકુંદદેવની ભાવના પ્રધાન રચના છે, જેને એમણે પોતાના સ્વયં માટે પ્રતિદિન સ્વાધ્યાયને માટે-પાઠને માટે બનાવી હતી. એની એક એક ગાથા જગતપ્રપંચોથી હઠીને આત્મહિતમાં લગાવવાની પ્રેરણા આપે છે. ૫) “અષ્ટપાહુડ’ આચાર્ય કુંદકુંદની પ્રશાસનિક કૃતિ - આચારસંહિતા છે. આમાં શિથિલાચારની વિરુદ્ધ એકદમ કઠોર પ્રશાશકના રૂપમાં એ ઉપસ્થિત થયા છે. આ પ્રમાણે આચાર્ય કુંદકુંદની કૃતિઓમાં બધું જ સમાઈ જાય છે. આમાં અધ્યાત્મ છે, દર્શન છે, સિદ્ધાંત છે, આચાર છે, વ્યવહાર છે, બધું જ છે.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy