SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨૯૮ कोधो व जदा माणो माया लोभो व चित्तमासेज्ज। जीवस्स कुणदि खोहं कलुसो त्ति य तं बुधा बेंति॥१३८॥ મદ-ક્રોધ અથવા લોભ-માયા ચિત્ત-આશ્રય પામીને જીવને કરે જે ક્ષોભ, તેને કલુષતા જ્ઞાની કહે. ૧૩૮. અર્થ : જ્યારે ક્રોધ, માન, માયા અથવા લોભ ચિત્તનો આશ્રય પામીને જીવને ક્ષોભ કરે છે, ત્યારે તેને જ્ઞાનીઓ ‘કલુષતા' કહે છે. चरिया पमादबहुला कालुस्सं लोलदा य विसएसु। परपरिदावपवादो पावस्स य आसवं कुणदि॥१३९॥ ચર્યા પ્રમાદભરી, કલુષતા, લુબ્ધતા વિષયો વિષે, પરિતાપ ને અપવાદ પરના, પાપ-આસવને કરે. ૧૩૯. અર્થ બહુ પ્રમાદવાળી ચર્યા, કલુષતા, વિષયો પ્રત્યે લોલુપતા, પરને પરિતાપ કરવો તથા પરના અપવાદ બોલવા - બે પાપનો આસ્રવ કરે છે. सण्णाओ य तिलेस्सा इंदियवसदा य अट्टरुद्दाणि। णाणं च दुप्पउत्तं मोहो पावप्पदा होति॥१४॥ સંજ્ઞા, ત્રિલેશ્યા, ઇંદ્રિવશતા, આર્તરૌદ્ર ધ્યાન બે, વળી મોહ ને દુર્યુક્ત જ્ઞાન પ્રદાન પાપ તણું કરે. ૧૪૦. અર્થ (ચારે ય) સંજ્ઞાઓ, ત્રણ લેશ્યા, ઇન્દ્રિયવશતા, આર્ત-રૌદ્રધ્યાન, દુઃપ્રયુક્ત જ્ઞાન (-દુષ્ટપણે અશુભ કાર્યમાં જોડાયેલું જ્ઞાન) અને મોહ - એ ભાવ પાપપ્રદ છે. इंदियकसायसण्णा णिग्गहिदा जेहिं सुट्ठ मग्गम्हि। जावत्तावत्तेसिं पिहिदं पावासवच्छिदं ॥ १४१॥ માર્ગે રહી સંજ્ઞા-કષાયો-ઈદ્રિનો નિગ્રહ કરે, પાપસરવનું છિદ્ર તેને તેટલું રંધાય છે. ૧૪૧. અર્થ જેઓ સારી રીતે માર્ગમાં રહીને ઇન્દ્રિયો, કષાયો અને સંજ્ઞાઓનો જેટલો નિગ્રહ કરે છે, તેટલું પાપસવનું છિદ્ર તેમને બંધ થાય છે. जस्स ण विज्जदि रागो दोसो मोहो व सव्वदव्वेसु। णासवदि सुहं असुहं समसुहदुक्खस्स भिक्खुस्स ॥१४२॥
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy