SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૮. શુદ્ધનિશ્ચય-પ્રાયશ્ચિત્ત અધિકાર वदसमिदिसीलसंजमपरिणामो करणणिग्गहो भावो। सो हवदि पायछित्तं अणवरयं चेव कायव्वो॥११३ ।। વ્રત, સમિતિ, સંયમ, શીલ, ઇંદ્રિયરોધરૂપ છે ભાવ જે તે ભાવ પ્રાયશ્ચિત્ત છે, જે અનવરત કર્તવ્ય છે. ૧૧૩. અર્થ વ્રત, સમિતિ, શીલ ને સંયમરૂપ પરિણામ તથા ઇન્દ્રિયનિગ્રહરૂપ ભાવ તે પ્રાયશ્ચિત્ત છે અને તે નિરંતર કર્તવ્ય છે. कोहादिसगभावक्खयपहुदिभावणाए णिग्गहणं। पायच्छित्तं भणिदं णियगुणचिंता य णिच्छयदो ॥११४॥ ક્રોધાદિ નિજ ભાવો તણા ક્ષય આદિની જે ભાવના ને આત્મગુણની ચિંતન નિશ્ચયથી પ્રાયશ્ચિતમાં. ૧૧૪. અર્થ ક્રોધ વગેરે સ્વકીય ભાવોના (-પોતાના વિભાવભાવોના) ક્ષયાદિકની ભાવનામાં રહેવું અને નિજ ગુણોનું ચિંતન કરવું તે નિશ્ચયથી પ્રાયશ્ચિત કહ્યું છે. कोहं खमया माणं समद्दवेणज्जवेण मायं च। संतोसेण य लोहं जयदि खुए चहुविहकसाए ॥११५ ॥ જીતે ક્ષમાથી ક્રોધને, નિજ માઈવેથી માનને, આર્જવ થકી માયા ખરે, સંતોષ દ્વારા લોભને. ૧૧૫. અર્થ ક્રોધને ક્ષમાથી, માનને નિજ માર્દવથી, માયાને આર્જવાથી તથા લોભને સંતોષથી - એમ ચતુર્વિધ કષાયોને (યોગી) ખરેખર જીતે છે. उकिट्ठो जो बोहो णाणं तस्सेव अप्पणो चित्तं । जो धरइ मुणी णिच्वं पायच्छित्तं हवे तस्स ॥११६॥ ઉત્કૃષ્ટ નિજ અવબોધને વા જ્ઞાનને વા ચિત્તને ધારણ કરે છે નિત્ય, પ્રાયશ્ચિત્ત છે તે સાધુને. ૧૧૬.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy