SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૮ ૧૦. પરમ-ભક્તિ અધિકાર सम्मत्तणाणचरणे जो भत्तिं कुणइ सावगो समणो। तस्स दु णिबुदिभत्ती होदि त्ति जिणेहि पण्णत्तं ॥ १३४॥ શ્રાવક શ્રમણ સમ્યત્વ-જ્ઞાન-ચરિત્રની ભક્તિ કરે, નિર્વાણની છે ભક્તિ તેને એમ જિનદેવો કહે. ૧૩૪. અર્થ : જે શ્રાવક અથવા શ્રમણ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રની ભક્તિ કરે છે, તેને નિવૃતિભક્તિ (નિર્વાણની ભક્તિ) છે એમ જિનોએ કહ્યું છે. मोक्खंगयपुरिसाणं गुणभेदं जाणिऊण तेसिं पि। जो कुणदि परमभत्तिं ववहारणयेण परिकहियं ॥ १३५॥ વળી મોક્ષગત પુરુષો તણો ગુણભેદ જાણી તેમની જે પરમ ભક્તિ કરે, કહી શિવભક્તિ ત્યાં વ્યવહારથી. ૧૩૫. અર્થ : જે જીવ મોક્ષગત પુરુષોનો ગુણભેદ જાણીને તેમની પણ પરમ ભક્તિ કરે છે, તે જીવને વ્યવહારનયે નિર્વાણભક્તિ કહી છે. मोक्खपहे अप्पाणं ठविऊण य कुणदि णिब्बुदी भत्ती। तेण दु जीवो पावइ असहायगुणं णियप्पाणं ॥ १३६ ॥ શિવપંથ સ્થાપી આત્મને નિર્વાણની ભક્તિ કરે, તે કારણે અસહાયગુણ નિજ આત્મને આત્મા વરે. ૧૩૬. અર્થ : મોક્ષમાર્ગમાં (પોતાના) આત્માને સમ્યક પ્રકારે સ્થાપીને નિવૃતિની (નિર્વાણની) ભક્તિ કરે છે, તેથી જીવ અસહાયગુણવાળા નિજ આત્માને પ્રાપ્ત કરે છે. ૧. અસહાયગુણવાળા = જેને કોઈની સહાય નથી એવા ગુણવાળો. (આત્મા સ્વતઃસિદ્ધ સહજ સ્વતંત્ર ગુણવાળો હોવાથી અસહાયગુણવાળો છે.) रायादीपरिहारे अप्पाणं जो दु जुंजदे साहू। सो जोगभत्तिजुत्तो इदरस्स य किह हवे जोगो॥ १३७॥
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy