SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ ગતિપ્રાપ્તને તન થાય, તનથી ઇંદ્રિય વળી થાય છે, એનાથી વિષય ગ્રહાય, રાગદ્વેષ તેથી થાય છે. ૧૨૯. એ રીત ભાવ અનાદિનિધન અનાદિસાંત થયા કરે સંસારચક્ર વિષે જીવોને – એમ જિનદેવો કહે. ૧૩૦. અર્થ : જે ખરેખર સંસારસ્થિત જીવ છે તેનાથી પરિણામ થાય છે (અર્થાત્ તેને સ્નિગ્ધ પરિણામ થાય છે), પરિણામથી કર્મ અને કર્મથી ગતિઓમાં ગમન થાય છે. ગતિપ્રાસને દેહ થાય છે, દેહથી ઇન્દ્રિયો થાય છે, ઇન્દ્રિયોથી વિષયગ્રહણ અને વિષયગ્રહણથી રાગ અથવા ઢેષ થાય છે. એ પ્રમાણે ભાવ, સંસારચક્રમાં જીવને અનાદિ-અનંત અથવા અનાદિ-સાંત થયા કરે છે - એમ જિનવરોએ કહ્યું છે. मोहो रागो दोसो चित्तपसादो य जस्स भावम्मि। विज्जदि तस्स सुहो वा असुहो वा होदि परिणामो॥१३१॥ છે રાગ, દ્વેષ, વિમોહ, ચિત્તપ્રસાદપરિણતિ જેહને, તે જીવને શુભ વા અશુભ પરિણામનો સભાવ છે. ૧૩૧. અર્થ : જેના ભાવમાં મોહ, રાગ, દ્વેષ અથવા ચિત્તપ્રસન્નતા છે, તેને શુભ અથવા અશુભ પરિણામ છે. सुहपरिणामो पुण्णं असुहो पावं ति हवदि जीवस्स। दोण्हं पोग्गलमेत्तो भावो कम्मत्तणं पत्तो॥१३२॥ શુભ ભાવ જીવના પુણ્ય છે ને અશુભ ભાવો પાપ છે; તેના નિમિત્તે પૌદ્ગલિક પરિણામ કર્મપણું લહે. ૧૩૨. અર્થ જીવના શુભ પરિણામ પુણ્ય છે અને અશુભ પરિણામ પાપ છે; તે બન્ને દ્વારા પુદ્ગલમાત્ર ભાવકર્મપણાને પામે છે(અર્થાત્ જીવના પુણ્ય-પાપભાવના નિમિત્તે શાતા-અશાતા વેદનીયાદિ પુદ્ગલમાત્ર પરિણામ વ્યવહારથી જીવનું કર્મ કહેવાય છે). जम्हा कम्मस्स फलं विसयं फासेहिं भुंजदे णियदं। जीवेण सुहं दुक्खं तम्हा कम्माणि मुत्ताणि॥१३३॥ છે કર્મનું ફળ વિષય, તેને નિયમથી અક્ષો વડે જીવ ભોગવે દુઃખ-સુખે, તેથી કરમ તે મૂર્તિ છે. ૧૩૩.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy