SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૯ નવ હોય અર્થો જ્ઞાનમાં, તો જ્ઞાન સૌ-ગત પણ નહીં, ને સર્વગત છે જ્ઞાન તો ક્યમ જ્ઞાનસ્થિત અર્થો નહીં? ૩૧. અર્થ જે તે પદાર્થો જ્ઞાનમાં ન હોય તો જ્ઞાન સર્વગત ન હોઈ શકે. અને જો જ્ઞાન સર્વગત છે તો પદાર્થો જ્ઞાનસ્થિત કઈ રીતે નથી ? (અર્થાત્ છે જ.). गेण्हदि णेव मुंचदि ण परं परिणमदि केवली भगवं। पेच्छदि समंतदो सो जाणदि सव्वं णिरवसेसं ॥३२॥ પ્રભુકેવળી ન ગ્રહે, ન છોડે, પરરૂપે નવ પરિણમે; દેખે અને જાણે નિઃશેષે સર્વતઃ તે સર્વને. ૩૨. અર્થ કેવળી ભગવાન પરને ગ્રહતા નથી, છોડતા નથી, પરરૂપે પરિણમતા નથી, તેઓ નિરવશેષપણે સર્વને (આખા આત્માને, સર્વ શેયોને) સર્વ તરફથી (સર્વ આત્મપ્રદેશથી) દેખું-જાણે છે. जो हि सुदेण विजाणदि अप्पाणं जाणगं सहावेण। तं सुदकेवलिमिसिणो भणंति लोगप्पदीवयरा ॥३३॥ શ્રુતજ્ઞાનથી જાણે ખરે જ્ઞાયકસ્વભાવી આત્મને, પ્રષિઓ પ્રકાશક લોકના શ્રુતકેવળી તેને કહે. ૩૩. અર્થ જે ખરેખર શ્રુતજ્ઞાન વડે સ્વભાવથી જ્ઞાયક (અર્થાત્ જ્ઞાયકસ્વભાવ) આત્માને જાણે છે, તેને લોકના પ્રકાશક ઋષીશ્વરો શ્રુતકેવળી કહે છે. सुत्तं जिणोवदिटुं पोग्गलदव्वप्पगेहिं वयणेहिं। तं जाणणा हि णाणं सुत्तस्स य जाणणा भणिया॥३४॥ પુદ્ગલસ્વરૂપ વચનોથી જિન-ઉપદિષ્ટ જે તે સુત્ર છે: છે જ્ઞપ્તિ તેની જ્ઞાન, તેને સૂત્રની જ્ઞપ્તિ કહે. ૩૪. અર્થ સૂત્ર એટલે પુગલદ્રવ્યાત્મક વચનો વડે જિનભગવંતે ઉપદેશેલું છે. તેની શક્તિ તે જ્ઞાન છે અને તેને સૂત્રની જ્ઞપ્તિ (શ્રુતજ્ઞાન) કહી છે. जो जाणदि सो णाणं ण हवदि णाणेण जाणगो आदा। णाणं परिणमदि सयं अट्ठा णाणट्ठिया सव्वे ॥ ३५॥ જે જાણતો તે જ્ઞાન, નહિ જીવ જ્ઞાનથી જ્ઞાયક બને; પોતે પ્રણમતો જ્ઞાનરૂપ, ને જ્ઞાનસ્થિત સૌ અર્થ છે. ૩૫.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy