SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૧ અર્થ ક્ષણે ક્ષણે ઉત્પાદને વિનાશવાળા જીવલોકમાં કોઈ ઉત્પન્ન થતું નથી ને નાશ પામતું નથી, કારણ કે જે ઉદ્ભવ છે તે જ વિલય છે; વળી ઉદ્ભવ અને વિલય એમ તેઓ અનેક (અર્થાત્ ભિન્ન) પણ છે. तम्हा दुणत्थि कोई सहावसमवट्ठिदो त्ति संसारे। संसारो पुण किरिया संसरमाणस्स दव्वस्स ॥ १२० ॥ તેથી સ્વભાવે સ્થિર એવું ન કોઈ છે સંસારમાં; સંસાર તો સંસરણ કરતા દ્રવ્ય કેરી છે ક્રિયા. ૧૨૦ અર્થ તેથી સંસારમાં સ્વભાવથી અવસ્થિત એવું કોઈ નથી (અર્થાત સંસારમાં કોઈનો સ્વભાવ કેવળ એકરૂપ રહેવાનો નથી); સંસાર તો સંસરણ કરતા દ્રવ્યની ક્રિયા છે. ૧. સંસરણ કરવું = ગોળ ફર્યા કરવું; પલટાયા કરવું. आदा कम्ममलिमसो परिणाम लहदि कम्मसंजुत्तं। तत्तो सिलिसदि कम्मं तम्हा कम्मं तु परिणामो॥१२१॥ કર્મે મલિન જીવ કર્મસંયુત પામતો પરિણામને, તેથી કરમ બંધાય છે, પરિણામ તેથી કર્મ છે. ૧૨૧. અર્થ કર્મથી મલિન આત્મા કર્મસંયુક્ત પરિણામને (-દ્રવ્યકર્મના સંયોગે થતા અશુદ્ધ પરિણામને) પામે છે, તેથી કર્મ ચોટે છે(દ્રવ્યકર્મ બંધાય છે); માટે પરિણામ તે કર્મ છે. परिणामो सयमादा सा पुण किरिय त्ति होदि जीवमया। किरिया कम्म त्ति मदा तम्हा कम्मस्स ण दु कत्ता॥१२२॥ પરિણામ પોતે જીવ છે, ને છે ક્રિયા એ જીવમયી; કિરિયા ગણી છે કર્મ; તેથી કર્મનો કર્તા નથી. ૧૨૨. અર્થ પરિણામ પોતે આત્મા છે, અને તે જીવમયી ક્રિયા છે; ક્રિયાને કર્મ માનવામાં આવી છે; માટે આત્મા દ્રવ્યકર્મનો કર્તા તો નથી. परिणमदि चेदणाए आदा पुण चेदणा तिधाभिमदा। सा पुण णाणे कम्मे फलम्मि वा कम्मणो भणिदा॥१२३॥ જીવ ચેતનારૂપ પરિણમે; વળી ચેતના ત્રિવિધા ગણી; તે જ્ઞાનવિષયક, કર્મવિષયક, કર્મફળવિષયક કહી. ૧૨૩.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy