SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૯ પરધર્મીઓ સાથે વચનવિવાદ વર્જવા યોગ્ય છે. સર્વ જીવો સમાન વિચારના થાય એ બનવું અસંભવિત છે. માટે પર જીવોને સમજાવવાની આકુળતા કરવી યોગ્ય નથી. સ્વાત્માવલંબનરૂપ જિન હિતમાં પ્રમાદ ન થાય એમ રહેવું એ જ કર્તવ્ય છે જ્ઞાની પરજનોના સમૂહને છોડીને જ્ઞાનનિધિને ભોગવે છે. સર્વે પુરાણ પુરુષો એ રીતે આવશ્યક કરીને અપ્રમત્તાદિ ગુણસ્થાનોની શ્રેણીને પાર કરીને કેવળી થયા છે. આ રીતે પુરાણ પુરુષોનું ઉદાહરણ આપીને આચાર્યએ આપણને આવશ્યક કર્મ કરવાની પ્રેરણા આપી છે. ૧૨. શુદ્ધોપયોગ અધિકારઃ હવે સમરત કર્મના પ્રલયના હેતુભૂત ગાથા ૧૫૯ થી ૧૮૭ સુધી શુદ્ધોપયોગનો અધિકાર કહેવામાં આવે છે. આમાં મુખ્યત્વે નિયમનું ફળ બતાવ્યું છે. પ્રથમ કેવળીના સ્વરૂપનું વર્ણન કરીને આચાર્ય કહે છે કે “વ્યવહારનયથી કેવળી ભગવાન બધું જાણે છે અને દેખે છે; નિશ્ચયથી કેવળજ્ઞાની આત્માને (પોતાને) જાણે છે-દેખે છે. નિશ્ચયનયથી તે આત્મજ્ઞ છે અને વ્યવહારનયથી સર્વજ્ઞ'. જે પ્રમાણે સૂર્યમાં પ્રકાશ અને તાપ એક સાથે હોય છે તે જ પ્રમાણે કેવળજ્ઞાનીના જ્ઞાન અને દર્શન યુગપત હોય છે. કેટલાક લોકોનો મત છે કે જ્ઞાન પરપ્રકાશક છે, દર્શન સ્વપ્રકાશક છે અને આત્મા સ્વ-પરપ્રકાશક છે. આચાર્ય કહે છે કે ઉક્ત માન્યતા ઉચીત નથી. વ્યવહારનયથી જ્ઞાન પરપ્રકાશક છે, એટલે દર્શન પણ પરપ્રકાશક છે. નિશ્ચયનયથી જ્ઞાન સ્વપ્રકાશક છે, એટલે દર્શન પણ સ્વપ્રકાશક છે. એ પ્રમાણે સ્પષ્ટ છે કે આત્મા સ્વ-પરપ્રકાશક છે, એટલે જ્ઞાન અને દર્શન પણ સ્વપરપ્રકાશક છે. એટલે એવું પણ કહેવામાં આવે છે કે નિશ્ચયનયથી કેવળી આત્મજ્ઞ છે, સર્વજ્ઞ નથી. વ્યવહારનયથી કેવળી સર્વજ્ઞ છે, આત્મજ્ઞ નથી. ગુણ-ગુણીના ભેદનો અભાવ હોવાથી - એ યુક્તિ દ્વારા જ્ઞાન અને દર્શનને સ્વ-પરપ્રકાશક સિદ્ધ કરતાં આચાર્યદવ કહે છે કે જ્ઞાન જીવનું સ્વરૂપ છે, એટલે આત્મા, આત્માને જાણે છે. જો જ્ઞાન આત્માને ન જાણે તો તે આત્માથી ભિન્ન સિદ્ધ થાય. એટલે જ્ઞાન આત્મા છે, આત્મા જ્ઞાન છે. જો કે આત્મા સ્વપરપ્રકાશક છે એટલા માટે જ્ઞાન અને દર્શન પણ સ્વ-પરપ્રકાશક છે. કેવળજ્ઞાનીનું જ્ઞાન અતીન્દ્રિય અને પ્રત્યક્ષ છે, બાકીના બધાનું પરોક્ષ છે. જાણતા અને દેખતા હોવા છતાં કેવળીને ઇચ્છાપૂર્વક વર્તન હોતું નથી. તેથી તેમને કેવળજ્ઞાની' કહ્યા છે; વળી તેથી અબંધક કહ્યા છે. અંતમાં સિદ્ધ દશાનું વર્ણન કરે છે.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy