SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩ जो मण्णदि जीवेमि य जीविज्जामि य परेहिं सत्तेहिं। सो मूढो अण्णाणी णाणी एत्तो दु विवरीदो॥ २५० ।। જે માનતો-હું જિવાડુંને પર જીવ જિવાડે મુજને, તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે. ૨૫૦. અર્થ જે જીવએમ માને છે કે હું પરજીવોનેજિવાડું છું અને પરજીવો મને જિવાડે છે, તેમૂઢ (માહી) છે, અજ્ઞાની છે, અને આનાથી વિપરીત (અર્થાત્ જે આવું નથી માનતો, આનાથી ઊલટું માને છે, તે જ્ઞાની છે. आऊदयेण जीवदि जीवो एवं भणंति सव्वण्हू। आउंच ण देसि तुमं कहं तए जीविदं कदंतेसिं॥ २५१॥ आऊदयेण जीवदि जीवो एवं भणंति सव्वण्हू। आउं च ण दिति तुहं कहं णु ते जीविदं कदं तेहिं ॥ २५२॥ છે આયુ-ઉદયે જીવન જીવવું એમ સર્વ કહ્યું, તું આવ્યું તો દેતો નથી, તેં જીવન જ્યાં તેનું કર્યું? ૨૫૧. છે આયુ-ઉદયે જીવન જીવવું એમ સર્વ કહ્યું, તે આયુ તુજ દેતા નથી, તો જીવન કીમ તારું કર્યું? ૨૫૨. અર્થ જીવ આયુકર્મના ઉદયથી જીવે છે એમ સર્વજ્ઞદેવો કહે છે; તું પર જીવોને આયુકર્મ તો દેતો નથી તો (હે ભાઇ !) તે તેમનું જીવિત (જીવતર) કઈ રીતે કર્યું? જીવ આયકર્મના ઉદયથી જીવે છે એમ સર્વજ્ઞદેવો કહે છે; પર જીવો તને આયુકર્મ તો દેતા નથી તો (હે ભાઈ !) તેમણે તારું જીવિત કઈ રીતે કર્યું? जो अप्पणा दु मण्णदि दुक्खिदसुहिदे करेमि सत्ते त्ति। सो मूढो अण्णाणी णाणी एत्तो दु विवरीदो॥२५३ ॥ જે માનતો-ભુજથી દુખીસુખી હું કરું પર જીવને, તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે. ૨૫૩. અર્થ : જે એમ માને છે કે મારા પોતાથી હું (પર) જીવોને દુઃખી-સુખી કરું છું, તે મૂઢ (મોહી) છે, અજ્ઞાની છે, અને આનાથી વિપરીત તે જ્ઞાની છે.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy