SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ અર્થ જે પુરુષ આત્માને અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય, અવિશેષ (તથા ઉપલક્ષણથી નિયત અને અસંયુક્ત) દેખે છે તે સર્વ જિનશાસનને દેખે છે, કે જે જિનશાસન બાહ્ય દ્રવ્યશ્રત તેમ જ અત્યંતર જ્ઞાનરૂપ ભાવકૃતવાળું दसणणाणचरित्ताणि सेविदव्वाणि साहुणा णिच्चं। ताणि पुण जाण तिण्णि वि अप्पाणं चेव णिच्छयदो॥१६॥ દર્શન, વળી નિત જ્ઞાન ને ચારિત્ર સાધુ સેવવાં, પણ એ ત્રણે આત્મા જ કેવળ જાણ નિશ્ચયદષ્ટિમાં. ૧૬. અર્થ સાધુ પુરુષે દર્શન, જ્ઞાન અને ચારિત્ર સદા સેવવા યોગ્ય છે; વળી તે ત્રણેને નિશ્ચયનયથી એક આત્મા જ જાણો. जह णाम को वि पुरिसो रायाणं जाणिऊण सद्दहदि। तो तं अणुचरदि पुणो अत्थत्थीओ पयत्तेण॥१७॥ एवं हि जीवराया णादव्यो तह य सद्दहेदव्यो। अणुचरिदव्वो य पुणो सो चेव दु मोक्खकामेण ॥१८॥ જ્યમ પુરુષ કોઈ નૃપતિને જાણે, પછી શ્રદ્ધા કરે, પછી યત્નથી ધન-અર્થી એ અનુચરણ નૃપતિનું કરે; ૧૭. જીવરાજ એમ જ જાણવો, વળી શ્રદ્ધવો પણ એ રીતે, એનું જ કરવું અનુચરણ પછી યત્નથી મોક્ષાર્થીએ. ૧૮. અર્થ જેમ કોઈ ધનનો અર્થી પુરુષ રાજાને જાણીને શ્રદ્ધા કરે છે, ત્યાર બાદ તેનું પ્રયત્નપૂર્વક અનુચરણ કરે છે અર્થાત્ તેની સુંદર રીતે સેવા કરે છે, એવી જ રીતે મોક્ષની ઈચ્છાવાળાએ જીવરૂપી રાજાને જાણવો, પછી એ રીતે જ તેનું શ્રદ્ધાન કરવું અને ત્યાર બાદ તેનું જ અનુચરણ કરવું અર્થાત્ અનુભવ વડે તન્મય થઈ कम्मे णोकम्मम्हि य अहमिदि अहकं च कम्म णोकम्मं । जा एसा खलु बुद्धी अप्पडिबुद्धो हवदि ताव ॥ १९ ॥ નોકર્મ - કર્મ હું', હું માં વળી ‘કર્મ ને નોકર્મ છે', -એ બુદ્ધિ જ્યાં લગી જીવની, અજ્ઞાની ત્યાં લગી તે રહે. ૧૯.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy