SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૯ રાગ કેવો પણ કેમ ન હોય, બંધનું જ કારણ છે; એટલે ભગવાન પ્રતિ કરવામાં આવેલો રાગ પણ બંધનું કારણ છે, મુક્તિનું નહિ. આત્મસ્વભાવથી વિપરીત હોવાથી રાગ હેય છે, બંધનું જ કારણ છે. કેવળ ક્રિયામાત્રથી અથવા કેવળ જ્ઞાનમાત્રથી અથવા કેવળ વેશમાત્રથી સિદ્ધિ નથી થતી; પરંતુ જ્યારે જ્ઞાન ચારિત્રમય હોય અને તપ દર્શનમય હોય તો સિદ્ધિ થાય છે. આત્માનું જાણવું, માનવું અને વિષયોથી વિરક્ત થવું ઉત્તરોત્તર દુર્લભ છે. એટલે મુયોગ મળવાથી આહાર, આસન, નિદ્રાને જીતીને દર્શન-જ્ઞાનમયી આત્માનું ધ્યાન નિત્ય કરવું જોઈએ કારણ કે જ્યાં સુધી પરદ્રવ્યમાં લેશમાત્ર પણ પ્રવૃત્તિ છે, મન ઇન્દ્રિયોના વિષયોમાં પ્રવર્તે છે, ત્યાં સુધી ચાર ગતિઓમાં ભ્રમણ થાય જ છે. આત્માનું ધ્યાન જ આ મુક્તિનો એકમાત્ર ઉપાય છે. કેટલાક લોકો કહે છે પંચમકાળમાં ધ્યાન હોતું નથી. એવા કહેવાવાળા ઇન્દ્રિયસુખોમાં આસક્ત છે, સમ્યગ્નાન રહિત છે, અજ્ઞાની છે; કારણ કે આ પંચમકાળમાં ધર્મધ્યાન કહેલું છે. એ તો મુનિનો વેશ ધારણ કરીને પાપ કરે છે. મોક્ષમાર્ગનો ત્યાગ કરી પાંચ પ્રકારના વસ્ત્રોમાં આસક્ત છે, પરિગ્રહધારી છે, યાચનાશીલ છે અને સદોષ વ્યવહાર કરે છે; એટલે સંસારમાં રહે છે. વાસ્તવીક મુનિ તો તે છે જે પરિગ્રહ, મોહ અને પાપારંભ રહિત છે, નિગ્રંથ છે, બાવીસ પ્રકારના પરિષહો સહન કરે છે, ક્રોધાદિક કષાયોને જીતે છે અને ગૃહસ્થના કરવા યોગ્ય આરંભાદિ કાર્યોમાં પ્રવર્તતા નથી, પરંતુ આત્મામાં આત્માને માટે પ્રવર્તે છે. આ પ્રકારે જે યોગી આત્માનું ધ્યાન કરે છે, એ શીઘ્ર જ પાપનો નાશ કરીને મુક્તિને પ્રાપ્ત કરે છે. જે યોગી વ્યવહારમાં સુતેલા છે તે પોતાના આત્માના હિતના કાર્યમાં જાગે છે, અને જે વ્યવહારમાં જાગે છે તે પોતાના કાર્યમાં સુતેલા છે. આ પ્રકારે જાણીને યોગીજન સમસ્ત વ્યવહારને ત્યાગીને આત્માનું જ ધ્યાન કરે છે. આ પ્રમાણે મુનિધર્મનું વર્ણન કરીને પછી શ્રાવકધર્મનું વર્ણન કરતાં આચાર્ય કહે છે કે શ્રાવકોને પહેલાં નિરતિચાર નિશ્ચલ સમ્યક્ત્વને ગ્રહણ કરીને તેનું ધ્યાન કરવું જોઈએ; કારણ કે જે દર્શનથી શુદ્ધ છે તે જ શુદ્ધ છે. ભૂતકાળમાં જે સિદ્ધ થયા છે અને ભવિષ્યમાં જે સિદ્ધ થશે એ સમ્યક્ત્વના કારણે જ થયા છે અને થશે. જે હિંસારહિત ધર્મ, અઢાર દોષરહિત દેવ, નિગ્રંથ પ્રવચન અને ગુરુમાં શ્રદ્ધા કરે છે એને સમ્યક્ત્વ હોય છે. આ વ્યવહારનયની અપેક્ષાથી કહેવામાં આવ્યું છે. નિશ્ચયનયની અપેક્ષાનું વર્ણન પહેલાં થઈ ગયું છે. જે કુદેવ-કુધર્મ-કુગુરુની લજ્જા, ગારવ અથવા ભયથી વંદના કરે છે તે મિથ્યાદષ્ટિ છે. સંક્ષેપમાં જે સાચા દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધા, જ્ઞાન અને આચરણ કરે છે તે સમ્યગ્દષ્ટિ છે અને જે નથી કરતું તે મિથ્યાદષ્ટિ છે. મિથ્યાદષ્ટિ જીવ જન્મ-જરા-મરણથી યુક્ત દુઃખમય સંસારમાં પરિભ્રમણ
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy