Book Title: Parmagam Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 548
________________ ૫૩૪ ૨૪. નિરાકુળ જ્ઞાયકસ્વભાવને અનુભવવાનો, પ્રબળ પુરુષાર્થ કર. તને બીજું આવડે ન આવડે, લખતાં ન આવડે, તેનાથી શું પ્રયોજન છે? જ્ઞાયક સ્વભાવને જાણીને અનુભવવા પ્રબળ પ્રયત્ન કર. એ જ કરવા જેવું છે. જેના એક સમયના અનુભવ આગળ ચક્રવર્તીના રાજ પણ તુચ્છ છે. એ અનુભવ માટે પુરુષાર્થ કર. દુનિયામાં કેમ આગળ વધવું ને બહાર ગણતરીમાં કેમ આવવું? અરેરે ! એ બધું શું છે, ભાઈ ! તારા અનંતા અનંતા ગુણોની ગણતરીનો પાર નથી, એવો જે જ્ઞાયકસ્વભાવ, પ્રભુ! તેને અનુભવવાનો પ્રયત્ન કર. એ જ એક કામ આ ભવમાં કરવા જેવું છે. પરમાગમના સારનો સાર: ૧. નિગોદથી માંડીને સિદ્ધ સુધીની સર્વ અવસ્થાઓમાં અશુભ, શુભ કે શુદ્ધ વિશેષોમાં રહેલું જે નિત્ય નિરંજન ટંકોત્કીર્ણ શાશ્વત એકરૂપ શુદ્ધ દ્રવ્ય સામાન્ય તે “પરમાત્માતત્ત્વ છે. તે જ શુદ્ધ અંતઃતત્ત્વ, કારણપરમાત્મા, પરમ પરિણામિક ભાવ વગેરે નામોથી કહેવાય છે. ૨. આ પરમાત્માતત્ત્વની ઉપલબ્ધિ અનાદિ કાળથી અનંત અનંત દુઃખને અનુભવતા જીવે એક ક્ષણ માત્ર પણ કરી નથી. અને તેથી સુખ માટેના તેના સર્વ ઉપાય સર્વથા વ્યર્થ ગયા છે. બોધનો એકમાત્ર ઉદ્દેશ જીવોને પરમાત્મા તત્વની ઉપલબ્ધિ અથવા આશ્રય કરાવવાનો છે. ૩. “હું શુદ્ધ આત્મદ્રવ્ય સામાન્ય છું” એવી સાનુભવ શ્રદ્ધા પરિણતિથી માંડીને પરિપૂર્ણ લીનતા સુધીની કોઈ પણ પરિણતિને પરમાત્માતત્ત્વનો આશ્રય, પરમાત્માતત્ત્વનું અવલંબન, પરમાત્માતત્ત્વ પ્રત્યેનો ઝોક, પરમાત્માતત્ત્વ પ્રત્યે વલણ, પરમાત્માતત્ત્વ પ્રત્યે સન્મુખતા, પરમાત્માતત્ત્વની ઉપલબ્ધિ, પરમાત્માતત્ત્વની ભાવના, પરમાત્માતત્ત્વનું ધ્યાન કહેવાય છે. ૪. હે જગતના જીવો! તમારા સુખનો એકમાત્ર ઉપાય પરમાત્માતત્ત્વનો આશ્રય છે. સમ્યગ્દર્શનથી માંડીને સિદ્ધ સુધીની સર્વ ભૂમિકાઓ તેમાં સમાય છે. પરમાત્માતત્ત્વનો જઘન્ય આશ્રય તે સમ્યગ્દર્શન છે; તે આશ્રય મધ્યમ કોટિની ઉગ્રતા ધારણ કરતાં જીવને દેશચારિત્ર, સકલચારિત્ર વગેરે દશાઓ પ્રગટ થાય છે અને પૂર્ણ આશ્રય થતાં કેવળજ્ઞાન અને સિદ્ધત્વ પામીને જીવ સર્વથા કૃતાર્થ થાય છે. આ રીતે પરમાત્માતત્ત્વનો આશ્રય જ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. ૫. પરમાત્માતત્ત્વનો આશ્રય જ સત્યાર્થ પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના, પ્રાયશ્ચિત, સામાયિક, ભક્તિ, આવશ્યક, સમિતિ, ગુપ્તિ, સંયમ, તપ, નિર્જરા, ધર્મ, શુક્લધ્યાન વગેરે બધું ય છે. એવો એક પણ મોક્ષના કારણરૂપ ભાવ નથી જે પરમાત્માતત્ત્વના આશ્રયથી અન્ય હોય! ૬. પરમાત્માતત્ત્વથી અન્ય એવા ભાવોને વ્યવહાર પ્રતિક્રમણ, વ્યવહાર પ્રત્યાખ્યાન વગેરે શુભ વિકલ્પરૂપ ભાવોને - મોક્ષમાર્ગ કેવળ ઉપચારથી કહેવાય છે. ૭. પરમાત્માતના મધ્યમ કોટિના અપરિપક્વ આશ્રયવખતે અપરિપક્વતાને લીધે સાથે સાથે જે અશુદ્ધિરૂપ અંશ વિદ્યમાન હોય છે તે અશુદ્ધિરૂપ અંશ જ વ્યવહાર પ્રતિક્રમણ આદિ અનેક શુભ વિકલ્પાત્મક ભાવારૂપે

Loading...

Page Navigation
1 ... 546 547 548 549 550