________________
૫૩૩ અહાહા...! પરદ્રવ્યને તો કરવાની વાત જ નથી પણ પોતાના અશુદ્ધ કે શુદ્ધ પર્યાયો સ્વકાળે ક્રમબદ્ધ જે થવાના તે જ થવાના તે જ થાય એટલે પોતામાં પણ પર્યાયને આડીઅવળી કરવાનું રહ્યું નહિ. માત્ર જેમ થાય છે તેમ જાણવાનું જ રહ્યું. જેમ સર્વજ્ઞ જ્ઞાતા છે તેમ ધર્મી પણ જ્ઞાતા થઈ ગયો. ક્રમબદ્ધના નિર્ણયનું તાત્પર્ય અકર્તાપણારૂપ વીતરાગતા છે. એ વીતરાગતા અનંત પુરુષાર્થે દ્રવ્ય પર દષ્ટિ થતાં થાય છે.
અહાહા...! આત્મા સર્વજ્ઞસ્વભાવી છે. ૧૯. જ્ઞાન અને રાગ વચ્ચે ભેદજ્ઞાન થવાનું એ લક્ષણ છે કે જ્ઞાનમાં રાગ પ્રત્યે તીવ્ર અનાદર જાગે છે. આત્મામાં
રાગની ગંધ નથી. રાગના જેટલા વિકલ્પો ઊઠે છે તેમાં બળું છું તેમ દુઃખ દુઃખ ને દુઃખ છે - ઝેર છે તેમ
પહેલાં જ્ઞાનમાં નિર્ણય કરે તો ભેદજ્ઞાન પ્રગટે છે. ૨૦. આત્મા પામવા માટે આખો દિવસ શું કરવું?
આખો દિવસ શાસ્ત્રનો અભ્યાસ કરવો, વિચાર-મનન કરીને તત્ત્વનો નિર્ણય કરવો. અને શરીરાદિથી ને રાગથી ભેદજ્ઞાન કરવાનો અભ્યાસ કરવો. રાગાદિથી ભિન્નતાનો અભ્યાસ કરતાં કરતાં આત્માનો અનુભવ થાય છે.
જ્ઞાયક સ્વભાવનો અભ્યાસ કર. શુભાશુભથી જુદા જ્ઞાયકનો જ્ઞાયકપણે અભ્યાર કરીને જ્ઞાયકની પ્રતીતિ દઢ કરવી. પહેલામાં પહેલું આ કરવું. જ્ઞાયક...જ્ઞાયક..જ્ઞાયક...તેના તરફનું વલણ કરવું.
આત્માને માટે કાંઇક એની પાછળ પડવું જોઈએ. આનું આ રટણ કરવું જોઈએ જાગતા, ઉઘતા એનો પ્રયત્ન થવો જોઈએ. એની રુચિનો પ્રકાર સરખો થવો જોઈએ. અંદરમાં પરમેશ્વર ટલો મહાન છે!
એને જોવાનું કુતૂહલ જાગે તેને જોયા વિના ચેન ન પડે. ૨૧. અરે ભાઈ ! તું રાગાદિથી નિર્લેપ સ્વરૂપ પ્રભુ છો ! કષાય આવે તે જાણવો એ તારી પ્રભુતા છે. કષાયને
પોતાના માનવા તે તારી પ્રભુતા નથી. તું નિર્લેપ વસ્તુ છો. તને કષાયનો લેપ લાગ્યો જ નથી. આત્મા તો સદાય કષાયોથી નિર્લેપ તરતો ને તરતો જ છે. જેમ સ્ફટિકમણિમાં પરનું પ્રતિબિંબ પડે છે તેમ કષાય ભાવ-વિભાવો જ્ઞાનમાં જણાય છે, તે તારામાં પેઠા નથી. તું નિર્લેપ છો. વ્રતાદિના વિકલ્પો આવે તે સંયોગીભાવ જ્ઞાયકથી ભિન્ન છે. જ્ઞાયકની જાતના નથી, તેથી કજાત છે, પરજાત છે, પરજ્ઞય છે, સ્વજાતસ્વય નથી. તું જ્ઞાયકસ્વરૂપ નિર્લેપ પ્રભુ છો. એ પ્રભુતાનો અંતરથી વિશ્વાસ કરતાં પર્યાયમાં પ્રભુતા
પ્રગટે છે. ૨૨. જાણનાર...જાણનાર...જાણનાર તે માત્ર વર્તમાન પુરતું સત્ નથી. જાણનાર તત્ત્વ તે પોતાનું ત્રિકાળી
સત્પણું બતાવી રહ્યું છે. જાણનારની પ્રસિદ્ધિ તે વર્તમાન પૂરતી નથી પણ વર્તમાન છે તે ત્રિકાળીને કહી
રહ્યું છે. વર્તમાન જાણનાર અસ્તિ તે ત્રિકાળી અસ્તિ-સને બતાવે છે. ૨૩. આત્મામાં અનંત ગુણો ભર્યા છે ને એક એક ગુણમાં અનંતા ગુણોનું રૂપ છે ને એક એક ગુણમાં અનંતી
પર્યાય થવાની તાકાત છે. તારો સ્વદેશ ભગવાન અનંત ગુણોની અદ્ભૂત ઋદ્ધિથી ભરેલો છે. તેમાં એક વાર નજર તો કર તો તને સંતોષ થશે, આનંદ થશે. પુણ્ય-પાપના પરિણામમાં નજર કરતાં દુઃખ વેદાય છે.