________________
૫૩૧ કેમ કે નિશ્ચય મોક્ષમાર્ગ તે પર્યાય છે ને મોક્ષ થતાં મોક્ષમાર્ગના પર્યાયનો નાશ થઈ જાય છે-વ્યય થઈ જાય છે. શુદ્ધ પારિણામિક ભાવ તો અવિનાશી છે. કોઈ પરિણમન થવું કે પરિણમનનો અભાવ થવો તેમાં
નથી. ૧૦. ધર્મી કોનું ધ્યાન કરે છે ? ધર્મી જીવને સમ્યગ્દર્શનની પર્યાય પ્રગટી છે છતાં પ્રગટેલાનું ધ્યાન કરતો નથી,
તો કોનું ધ્યાન કરે છે? -કે એક સમયની પર્યાયની પાછળ બિરાજમાન જે સકળ-નિરાવરણ-અખંડએક-પ્રત્યક્ષ પ્રતિભાસમય-અવિનશ્વર-શુદ્ધ-પારિણામિકભાવ લક્ષણ-નિજપરમાત્મદ્રવ્યનું ધ્યાન કરે છે. સમ્યગ્દષ્ટિનું ધ્યેય શું? સમ્યગ્દષ્ટિ ધર્મીનો વિષય શું? -કે ત્રિકાળી આત્મા તે એનો વિષ્ય છે કે જે સકળ
નિરાવરણ-એક અખંડ વસ્તુ છે. ૧૧. દરેક દ્રવ્યની પર્યાય તેના સ્વકાળે ષકારકથી સ્વતંત્ર જ પરિણમે છે. આ સૂક્ષ્મ વાત છે. જૈનદર્શન
વસ્તુસ્થિતિનું વર્ણન કરે છે. ૧૨. એક એક ગુણનું પરિણમન સ્વતંત્ર સીધું થતું નથી, પણ અનંતગુણમય દ્રવ્યનું પરિણમન થતાં સાથે
ગુણોનું પરિણમન થાય છે. એક એક ગુણ ઉપર દષ્ટિ ઝૂકતાં ગુણ શુદ્ધ પરિણમતો નથી પણ દ્રવ્ય ઉપર દષ્ટિ ખૂકતાં અનંતગુણનું નિર્મળ પરિણમન થાય છે - એમ કહીને ગુણભેદ ઉપરની દષ્ટિ છોડીને અનંત ગુણમય દ્રવ્ય ઉપર દષ્ટિ કરતાં દ્રવ્ય શુદ્ધરૂપે પરિણમે છે એમ કહ્યું છે.
જ્ઞાનમાં વિભાવરૂપ પરિણમન નથી. જ્ઞાનસ્વ-પરપ્રકાશક સ્વભાવી છે પણ જે જ્ઞાન સ્વને પ્રકાશે નહિ ને એકલા પરને પ્રકાશે તે જ્ઞાનનો દોષ છે. ૧૩. વસ્તુએ શરીરને અડ્યું નથી. શરીર કર્મને અડ્યું નથી. કર્મ વિકારને અડેલ નથી. વિકાર નિર્મળ પર્યાયને
અડેલ નથી. નિર્મળ પર્યાય દ્રવ્યને અડેલ નથી. આહાહા...! વસ્તુસ્વભાવ સૂક્ષ્મ છે. એક પ્રદેશનો બીજા પ્રદેશમાં અભાવ છે. એક ગુણમાં બીજા ગુણનો અભાવ છે. એક પર્યાયનો બીજા પર્યાયમાં અભાવ છે. વિભાવ વ્યંજનપર્યાયનો સ્વભાવ વ્યંજનપર્યાયમાં અભાવ છે. આ વસ્તુસ્વભાવ સર્વશે જેવો જોયો તેવો કહ્યો છે.
પહેલાં આ શ્રદ્ધામાં, જ્ઞાનમાં, રુચિમાં અને લક્ષમાં આવવું જોઈએ તો એના વીર્યમાં સ્વભાવની સન્મુખની સ્કૂણા ચાલ્યા કરે, આ સમ્યક પહેલાંની વાત છે. આ જ સમ્યગ્દર્શનનો ઉપાય છે, બીજો
કોઈ ઉપાય નથી. ૧૪. દષ્ટિનું પરિણમન સ્વભાવમાં થયું તે થયું, પછી એને સંભારવું છે ક્યાં? એ તો રુચિનું પરિાગમન થયું તે
થયું તે સદાય રહ્યા જ કરે છે, નિઃશંક છું એમ સંભારવું પડતું નથી અને શુભાશુભમાં હોય કે આત્માના
અનુભવમાં હોય તો પણ સભ્યનું પરિણમન તો જે છે તે જ છે. ૧૫. જ્ઞાનમાં જેમ જેમ સમજણ દ્વારા ભાવભાસન વધતું જાય છે તેમ તેમ જ્ઞાનનું સામર્થ્ય વધતું જાય છે અને
એ વધતાં જતાં જ્ઞાન સામર્થ્ય વડે મોહ શિથિલ થતો જાય છે. જ્ઞાન જ્યાં સમપણે પરિણમે છે, ત્યાં