________________
૫. આત્મવસ્તુ કે જેના ધ્રુવદળમાં અનંત શાંતિ ને અનંત વીતરાગતા છે તેનો પર્યાયમાં અનુભવ નથી એટલે કે અનુભવની શક્તિ જેણે પ્રગટ કરી નથી ને રાગની રુચિમાં પડ્યા છે તે જીવ, ચૈતન્યચંદ્ર અર્થાત્ ઉપશમ રસથી ભરેલા ભગવાન આત્માના જ્ઞાનસ્વરૂપના અનુભવ વિના તેને પામી શકતા નથી. દયા-દાન આદિ કોટિ ઉપાય કરે તો પણ ચૈતન્ય ભગવાન તેને પ્રગટ થતો નથી. રાગની ક્રિયા લાખ શું કરોડ કરે તો પણ ભગવાન આત્મા પ્રગટ થાય તેવો નથી.
૬.
૧૩૦
એક વચનમાં અનંતી ગંભીરતા ભરી છે. અહો ! ભાગ્યશાળી હશે તેને આ તત્ત્વનો રસ આવશે, અને તત્ત્વના સંસ્કાર ઊંડા ઉતરશે.
તો ઉપાય શું ? -કે જે દશાની દિશા પર ઉપર છે તે દશાની દિશાને સ્વ ઉપર વાળીને તે ઉપાય છે. રાગાદિ તા પરવસ્તુ છે તેનાથી આત્મા સંવેદ્યમાન થતો નથી. સ્વ સ્વયં સંવેદ્યમાન છે. પોતાના વડે સંવેદ્યમાન - સંવેદનમાં આવવા યોગ્ય છે. આત્મા જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે, તેમાં પોતાના વડે એકતા કરે અને વિભાવથી પૃથકતા કરે તે ઉપાય છે ને તે મોક્ષનો માર્ગ છે.
૯.
પ્રશ્ન : જાડી બુધ્ધિ હોય તો રાગ અને આત્માનું ભેદજ્ઞાન કેમ કરી શકાય ?
ઉત્તર ઃ આત્માની બુદ્ધિ જાડી નથી. આત્માનો રસ અને રુચિ હોય તો બુદ્ધિ આ વિષયમાં કામ કરે છે. સંસારના કામનો રસ હોય છે ત્યાં બુદ્ધિ જાડી રહેતી નથી. બધા પડખાંનો વિવેક કરીને લાભ થાય તેમ કરે છે. જ્યાં : ચિ હોય ત્યાં વીર્ય કામ કરે છે, બુદ્ધિ કામ કરે છે, જો આત્માનો રસ લાગે, રુચિ જાગે તો વીર્ય પણ કામ કરે છે, બુદ્ધિ પણ કામ કરે છે અને ભેદજ્ઞાન પામે છે. આત્માના કાર્ય માટે આત્માની સાચી રુચિની જરૂર છે.
૭. પ્રશ્ન : જ્ઞાનનો સ્વભાવ જાણવાનો જ છે તો પોતે પોતાને કેમ નથી જાણતો ?
ઉત્તર ઃ અજ્ઞાનીની દૃષ્ટિ પર ઉપર છે. એટલે પોતે જણાતો નથી. પરમાં ક્યાંક ક્યાંક અધિકતા પડી છે એટલે બીજાને અધિક માનતો હોવાથી પોતે જણાતો નથી. અધિકપણાનું એનું બળ પરમાં જાય છે તેથી પોતે જણાતો નથી.
૮. નિશ્ચય મોક્ષમાર્ગ છે તે નિર્વિકલ્પ સમાધિ છે. તેનાથી ઉત્પન્ન થયેલ અતીન્દ્રિ આનંદનો અનુભવ જેનું લક્ષણ છે એવું સ્વસંવેદનજ્ઞાન તે જ્ઞાન છે. શાસ્ત્રભણતર તે જ્ઞાન નથી. પણ િર્વિકલ્પ સ્વસંવેદનલક્ષણ તે જ્ઞાન છે . સુખાનુભૂતિમાત્ર લક્ષણ સ્વસંવેદનજ્ઞાનથી આત્મા જણાય તેવો છે, તે સિવાય જણાય તેવો નથી. નિર્વિકારી સ્વસંવેદનજ્ઞાનથી જણાય તેવો છે પણ ભગવાનની વાણીથી જણાય તેવો નથી. ભગવાનની ભક્તિથી જણાય તેવો નથી. આનંદની અનુભૂતિના સ્વસંવેદનજ્ઞાનથી જણાય એવો હું છું અને બધા આત્માઓ પણ એના સ્વસંવેદનજ્ઞાનથી એને જણાય એવા છે.
અનંત શક્તિનો સમ્રાટ એવો જે ભગવાન આત્મા તે સમ્યગ્દર્શનનું ધ્યેય છે. પણ સમ્યગ્દર્શનરૂપ ધ્યાન તેમાં નથી. સમ્યગ્દર્શન ધ્યાન છે ને ત્રિકાળી વસ્તુ ધ્યેય છે. એમ સ્વસંવેદનજ્ઞાન શાસ્ત્રજ્ઞાન નહિ, પરલક્ષી જ્ઞાન નહિ - તે ધ્યાનરૂપ છે. અને નિજાનંદ પ્રભુ ધ્યેયરૂપ છે તે ધ્યાનરૂપ નથી. કારણ કે ધ્યાન વિનશ્વર છે