________________
પ્રકરણ ૨૦
પરમાગમ - પ્રસાદી
ઉપસંહાર: ૧. નિશ્ચયદષ્ટિથી દરેક જીવ પરમાત્માસ્વરૂપ જ છે. જિનવર ને જીવમાં ફેર નથી. ભલે તે કેન્દ્રિયનો જીવ
હોય કે સ્વર્ગનો જીવ હોય. એ બધું તો પર્યાયમાં છે. વસ્તુસ્વરૂપે તો પરમાત્મા જ છે. પર્યાય ઉપરથી જેની દષ્ટિ ખસીને સ્વરૂપ ઉપર દષ્ટિ થઈ છે એ તો પોતાને પણ પરમાત્મા સ્વરૂપ દેખે છે. સમ્યગ્દષ્ટિ બધા જીવોને જિનવર જાણે છે. અને જિનવરને જીવ જાણે છે. અહા ! કેટલી વિશાળ દષ્ટિ ! અરે, આ વાત બેસે તો કલ્યાણ થઈ જાય, પણ આવી કબૂલાતને રોકનાર માન્યતારૂપી ગઢના પાર ન મળે ! અહીં તો કહે છે કે બાર અંગનો સાર એ છે જિનવર સમાન આત્માને દષ્ટિમાં લેવો કેમ કે આત્માનું સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ જ છે. જ્ઞાનસ્વરૂપી ને અતીન્દ્રિય આનંદસ્વરૂપી પ્રભુ અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય આનંદ વડે આસ્વાદવા લાયક છે. ભગવાન આત્મા જ્ઞાન અને આનંદસ્વરૂપ હોવાથી ભગવાન આત્મા જ્ઞાનગુણ વડે અનુભવવા લાયક છે. જ્ઞાનગુણ સિવાય અનુભવવા યોગ્ય નથી. કારણ કે કારણોતર વડે તે અનુભવવા યોગ્ય નથી. એટલે કે આ કારણ સિવાય અર્થાત્ જ્ઞાનગુણ સિવાય રાગી ક્રિયા આદિ અન્ય કારણા વડે ભગવાન આત્મા જણાવા લાયક નથી.
જેને સુખી થવું હોય તેને કહે છે કે શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે તે સર્વાગ જ્ઞાનથી ભરેલી છે તેની સન્મુખ થવું તે સુખી થવાનો માર્ગ છે, તે ધર્મ છે. સર્વાગ જ્ઞાનથી ભરેલી ચૈતન્યવસ્તુમાં રહેતા શુદ્ધતા થાય છે અને અશુદ્ધતાનો નાશ થાય છે તેનું નામ પોતાનું હિત એટલે કે કલ્યાણ છે. અરે ! અનાદિથી તને વિજ્ઞાનઘન આત્માની મહિમા બેઠી નથી. અનાદિથી બાહ્ય ચીજમાં આશ્ચર્યતાને કારણે પોતાના જ્ઞાનસ્વરૂપ કરતાં પરમાં કાંઈક વિશેષતા તથા વિસ્મયતા લાગતાં ત્યાંથી ખસતો નથી. ભગવાન આત્મા સર્વાગે જ્ઞાનથી ભરેલો છે એટલે કે અસંખ્ય પ્રદેશે જ્ઞાનથી ભરેલો છે. તેની અભૂતતાને નિહાળવા એકવાર તો
પ્રયત્ન તો કર ! ૩. નિર્વિકલ્પ થવાવાળો જીવ નિર્વિકલ્પ થયા પહેલાં આવો નિર્ણય કરે છે કે રાગાદિભાવે સદાય હુંપરિણમનારો
નથી. પણ જ્ઞાન-દર્શનરૂપ પરિણમનારો (એવા સ્વભાવે) છું. હજુ રાગાદિભાવો થશે એમ જાણે છે. છતાં તેના સ્વામીપણે હું થનાર નથી, મને ભવિષ્યમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર થશે એવો મારો પ્રયત્ન છે છતાં તે વખતે રાગ હશે. પરંતુ તે રૂપે હું (સ્વભાવ કરીને) પરિણમનાર નથી તેવો નિર્ણય છે. નિર્ણય કરે છે. પર્યાયમાં. પછી અનુભવ થશે પર્યાયમાં પણ તે પર્યાય એવો નિર્ણય કરે છે કે હું તો ચિન્માત્ર અખંડ
જ્યોતિ સ્વરૂપ છું, પર્યાયરૂપ નથી. ૪. આખા સિદ્ધાંતનો સારામાં સાર એ છે - તો બહિર્મુખતા છોડી અંતર્મુખ થવું તે છે. શ્રીમદ્દે કહ્યું છે ને
ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતાં નહિ વાર'. જ્ઞાનીના