________________
૫૨૭ ભાવલિંગ સહિતનું જે યથાર્થ દ્રવ્યલિંગ હોય છે, તે દ્રવ્યલિંગ પણ મોક્ષનું સાધન નથી, મોક્ષનું કારણ તો શુદ્ધ રત્નત્રયરૂપ ભાવલિંગ જ છે. માટે કહે છે કે બાહ્ય શરીરનું લિંગ તે મોક્ષનું કારણ નથી, તે તો પરદ્રવ્ય છે. તેનું મમત્વ છોડને દર્શન-જ્ઞાન-ચારિત્રમાં આત્માને જોડ! એ જ સ્વદ્રવ્યાશ્રિત હોવાથી પરમાર્થ મોક્ષ કારણ છે.
મુનિલિંગ ને ગૃહીલિંગ - એ લિંગો ન મુકિતમાર્ગ છે, ચારિત્ર-દર્શન-જ્ઞાનને બસ ! મોક્ષમાર્ગ જિનો કહે, તેથી તજી સાગાર કે અણગાર ધારિત લિંગને,
ચારિત્ર-દર્શન-જ્ઞાનમાં તું જોડરે નિજાત્મને. શુદ્ધાત્માની અનુભૂતિરૂપ આવાસમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રએ જ મોક્ષનું સાચું લિંગ છે, તેની આરાધનાનો ઉપદેશ છે.
એ રીતે સર્વશે કથિત આ લિંગપ્રાભૃત જાણીને,
જે ધર્મ પાળે કષ્ટ સહ, તે સ્થાન ઉત્તમને લહે. ૨૨. ૮. શીલપ્રાભૃતઃ શીલને અને સમ્યજ્ઞાનને વિરોધ નથી, બન્ને સાથે હોય છે ને તે જ મોક્ષનું કારણ છે.
ન વિરોધ ભાગો જ્ઞાનીઓએ શીલને ને જ્ઞાનને;
વિષયો કરે છે નષ્ટ કેવળ શીલવિરહિત જ્ઞાનને. ૨. શીલ વગરનું જ્ઞાન કે જ્ઞાન વગરનું શીલ સાચું હોતું નથી, સમ્યકત્વ વગરનું બધું નિરર્થક છે.
જ્ઞાનીની જ્ઞાનપરિણતિમાં જ્ઞાન અને વૈરાગ્ય બન્ને સ્વભાવ એક સાથે હોય છે. અતીન્દ્રિય આત્મસ્વભાવ તરફ ઝૂકેલો ભાવ ઇન્દ્રિયવિષયોથી છૂટો પડી ગયો છે, તે જિતેન્દ્રિય છે.
ઇન્દ્રિય વિષયો ને અતીન્દ્રિય સુખ બન્નેને તર્ત જુદાઈ છે. જેમાં સ્વ-પરનું ભેદજ્ઞાન થયું છે એવું થોડું પણ જ્ઞાન મહાન સુખરૂપ છે અને સુશીલથી તે શોભે છે. પણ જેમાં ભેદજ્ઞાન નથી એવું ઘણું જાણપણું હોય તો પણ પરવિષયોમાં લીન એવું તે જ્ઞાન મિથ્યાજ્ઞાન છે, કુશીલ છે, દુઃખરૂપ છે, તે સંસારનું કારણ હોવાથી ભવપ્રકૃતિરૂપ છે. સ્વસંવેદન સહિત એવું સમજ્ઞાન સુશીલ, સુખરૂપ અને મોક્ષપ્રકૃતિરૂપ છે.
દગશુદ્ધિ, જ્ઞાન, સમાધિ,ધ્યાનસ્વશક્તિ-આશ્રિત હોય છે, સમ્યક્તથી જીવો લહે છે બોધિને જિનશાસને. ૩૭.