________________
- ૫૨૬ હવે નિર્વાણ કેમ પ્રાપ્ત થાય છે :
નિશ્ચયનયે-જ્યાં આત્મા આત્માર્થ આત્મામાં રમે,
તે યોગી છે સુચરિત્રસંયુત; તે લહે નિર્વાણને. ૮૩. હવે મોક્ષપ્રાભૃતની પૂર્ણાહુતી કરતાં બહુ અગત્યની ત્રણ ગાથાઓ છે.
પ્રણમે પ્રણત જન, ધ્યાત જન ધ્યાવે નિરંતર જેહને, તું જાણ તત્ત્વ તનસ્થ છે, જે સ્તવનપ્રાપ્ત જનો સ્તવે. ૧૦૩ અહંત-સિદ્ધાચાર્ય-અધ્યાપક-શ્રમણ-પરમેષ્ઠી જે, પાંચેય છે આત્મા મહીં, આત્મા શરણ મારું ખરે. ૧૦૪. સમ્યકત્વ, સમ્યજ્ઞાન, સત્યારિત્ર સરંપચરણ જે,
ચારેય છે આત્મા મહીં; આત્મા શરણ મારું ખરે. ૧૦૫. હવે આ મોક્ષપ્રાભૂતનું ફળ બતાવતાં કહે છે કે -
આ જિનનિરૂપિત મોક્ષપ્રાભૃત-શાસ્ત્રને સદ્ભક્તિએ
જે પઠન-શ્રવણ કરે અને ભાવે, લહે સુખ નિત્યને. ૧૦૬. આવા પરમ આત્મસ્વરૂપ સ્વદ્રવ્યને જાણીને તેમાં રત થવું તે મોક્ષરૂપ પરમ પદની પ્રાપ્તિનો ઉપાય છે. આ
રીતે આ મોક્ષપ્રાભૂતની સમાપ્તિ થાય છે. ૭. લિંગપ્રાભૃત:
આ લિંગાભૂતમાં મોક્ષમાર્ગી શ્રમણોના અંતર તેમ જ બાહ્ય ચિહ્નનું વર્ણન કર્યું છે. તેમાં પ્રથમ જ કહે છે કે જ્યાં શુદ્ધ રત્નત્રયભાવરૂપ ધર્મ પ્રગટ્યો હોય ત્યાં તેનું લિંગ હોય છે; અંતરંગમાં ભાવશુદ્ધિરૂપ ધર્મ વગરના એકલા બાહ્ય દિગંબરવેષરૂપ લિંગ વડે કાંઈ જીવને ધર્મપ્રાપ્તિ થતી નથી. માટે હે જીવ! તું ભાવધર્મને ઓળખીને તે પ્રગટ કર. ભાવ વગર એકલા બાહ્ય લિંગથી તારે શું કર્તવ્ય છે? હવે અનંત સંસારનું કારણ બતાવે છે -
જ્યાં લિંગરૂપે જ્ઞાનદર્શનચરણનું ધારણ નહીં,
ને ધ્યાન ધ્યાવે આર્ત, તેહ અનંતસંસારી મુનિ. ૮. બાપુ! તારે મોક્ષ સાધવો હોય તો મોક્ષમાર્ગનું સાચું લિંગ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે, તે પ્રગટ કર. એવા રત્નત્રયરૂપ ભાવ હોય ત્યાં બાહ્ય શરીરમાં પણ અપરિગ્રહદશા, વસ્ત્રનો તાણો ય ન હોય; ધીર ગંભીરપા પાંચ સમિતિમાં તે વર્તતા હોય.