________________
૫૨૪
હવે શુદ્ધ શબ્દની વ્યાખ્યા કરે છે :
આત્માવિશુદ્ધસ્વભાવઆત્મામહીં રહેતે “શુદ્ધ છે;
આ જિનવરે ભાખેલ છે; જે શ્રેય, આચર તેહને. ૭૭. હવે કહે છે ધર્મ શું છે :
પૂજાદિમાં વ્રતમાં જિનોએ પુષ્ય ભાખ્યું શાસને; છે ધર્મ ભાખ્યો મોહક્ષોભવિહીન નિજ પરિણામને. ૮૩. મિથ્યાત્વ ને નવ નોકષાય તું છોડ ભાવવિશુદ્ધિથી; કર ભક્તિ જિન-આજ્ઞાનુસાર તું ચૈત્ય-પ્રવચન-ગુરુ તણી. ભાવે સહિત મુનિવર લહે આરાધના ચતુરંગને;
ભાવે રહિત તો હે શ્રમણ ! ચિર દીર્ઘ સંસારે ભમે. ૯૯. હવે ઉપદેશ કરે છે કે -
કરી પ્રાપ્ત આંતરલિંગશુદ્ધિ સેવ ચઉવિધ લિંગને; છે બાહ્યલિંગ અકાર્ય ભાવવિહીનને નિશ્ચિતપણે. ૧૧૧. ભાવેન જ્યાં લગી તત્ત્વ, જ્યાં લગી ચિંતનીયન ચિંતવે, જીવ ત્યાં લગી પામે નહીં જર-મરણવર્જિત સ્થાનને. ૧૧૫. છઅનાયતનતજ, કરદયાષજીવની ત્રિવિધ સદા,
મહાસત્ત્વને તું ભાવ રે! અપૂરવપણે હે મુનિવર ! ૧૩૩. છેલ્લે માંગણી કરે છે :
ભગવંત સિદ્ધો-ત્રિજગતપૂજિત, નિત્ય, શુદ્ધ, નિરંજના
-વર ભાવશુદ્ધિ દો મને દગ, જ્ઞાન ને ચારિત્રમાં. ૧૬૩. ૬. મોક્ષપ્રાભૃત:
સ્વદ્રવ્ય આશ્રિત મોક્ષ અને પરદ્રવ્ય આશ્રિત સંસાર એ મહાન સિદ્ધાંત છે. સુગતિ એટલે સમ્યક પરિણતિ; સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પરિણતિ તે સુગતિ છે, તેનું ફળ મોક્ષ છે. ને એવું સમ્યક પરિણમન સ્વદ્રવ્યના આશ્રયે થાય છે. દુર્ગતિ એટલે વિકૃત પરિણતિ; મિથ્યાત્વ-રાગ-દ્વેષાદિરૂપ અશુદ્ધ પરિણતિ તે દુર્ગતિ છે; તેનું ફળ દુઃખરૂપ સંસાર છે. તે પરદ્રવ્ય આશ્રિત છે.