________________
૫૨૨
દર્શન, જ્ઞ ન ને ચારિત્ર તે મોક્ષમાર્ગ છે અને તેનું મૂળ સમ્યગ્દર્શન છે. આ રીતે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમા ભગવાને ઉપદેશ્યો છે.
અહો ! સમ્યગ્દર્શનના આરાધકને રત્નત્રયમાર્ગ પ્રત્યે પરમ ઉત્સાહ-ભાવના હોય છે. અહો, ધન્ય પંથ ! ધન્ય આ વીતરાગી માર્ગ ! આ પરમ સત્ય હિતકારી માર્ગનું પરમ ઉત્સાહથી ધર્મી જીવ ગ્રહણ કરીને તેને આાધે છે. પરમ ઉત્સાહથી સમ્યક્ત્વસહિત અપ્રતિહતપણે રત્નત્રયમાર્ગને આરાધતો થકો તે અલ્પકાળમાં મુક્તિને પામે છે.
જ્ઞાની ચારિત્રારૂઢ થઈ નિજ આત્મમાં પર નવ ચહે,
અચિરે લહે શિવસૌખ્ય અનુપમ એમ જાણો નિશ્ચયે. ૪૩.
૪. બોધપ્રાભૂત :
જિનવરવે સર્વ જીવોના હિતને માટે જે ઉપદેશ કર્યો છે તે જ હું શુદ્ધ આચાર્યોની પરંપરા દ્વારા આ બોધપ્રાભૃતમાં કહીશ એમ કહીને શ્રી કુંદકુંદાચાર્ય બોધપ્રાભૂતની શરૂઆત કરે છે.
જિનમાર્ગનો આ ઉપદેશ જીવોને ધર્મમાર્ગમાં સાવધાન કરે છે ને કુમાર્ગથી છોડાવે છે. માટે હે ભવ્યો ! તમે આ ઉપદેશનું શ્રવણ કરો.
ધર્મનું આયતન કયું છે ? પરમાર્થે સમ્યક્ત્વાદિ વીતરાગ ધર્મરૂપે પરિણમેલો આત્મા, તે પોતે ધર્મનો આશ્રય, એટલે ધર્મનું સ્થાન છે. આવા પરમાર્થ ધર્મ આયતનને ઓળખીને વ્યવહારમાં જિનમંદિર તે ધર્મનું આયતન છે. તેમાં જે જિનબિંબની સ્થાપના છે તે પણ વીતરાગ હોય છે. જેમ ધર્મ વીતરાગ, દેવ વીતરાગ તેમ તેની પ્રતિમા પણ વીતરાગસ્વરૂપ જ હોય છે. આવા જિનમાર્ગના હે ભવ્ય જીવો ! તમે ઓળખો; અને જિનમાર્ગથી વિપરીત એવા કુમાર્ગથી દૂર રહો. અનંતગુણ આત્મા એ ધર્મનું સ્થાન છે.
જે શુદ્ધ રત્નત્રય સ્વરૂપ થયા છે અને જેણે મોહને જીત્યો છે તે આત્મા પોતે ‘જિનમૂર્તિ’ છે, તે જિન પ્રતિમા છે. હે ચૈતન્ય ! તું ચૈતન્યભાવમાં વીતરાગ રત્નત્રયરૂપ થા.
જે જ્ઞાન અતીન્દ્રિય થઈને, રાગથી પાર થઈને, ઇન્દ્રિયોથી પાર થઈને અતીન્દ્રિય આનંદમય આત્મા જેણે પ્રત્યક્ષ કર્યો, તે અતીન્દ્રિય જ્ઞાન જ જિનમાર્ગની સાચી મુદ્રા છે, તે જ સાચી નિશાની છે.
આત્મામાં જે સ્થિત છે તે જ જિનમાર્ગનું સાચું જ્ઞાન છે. આત્મા જેનું પ્રયોજન છે એવું જ્ઞાન તે જ જિનમાર્ગનું જ્ઞાન છે. જ્ઞાનથી અભિન્ન એવું આત્મસ્વરૂપ તે જ જ્ઞાનનું લક્ષ્ય છે. આત્માને સાધવા જે જ્ઞાન અંતરમાં વળ્યું તે તો અત્યંત ધીર છે-શાંત છે-અનાકુળ છે.
‘જ્ઞાનતીર્થ’ તે પરમાર્થ તીર્થ છે. તે આત્મા પોતે શુદ્ધ ભાવ વડે સંસારને તરી રહ્યો છે.
અહો ! જૈનધર્મના સેવન વડે સર્વ જીવોનો ઉદય થાય છે તેથી જિનેન્દ્ર ભગવાનના શાસનને ‘સર્વોદય તીર્થ’ કહેવાય છે.