________________
પ્રકરણ ૧૯
શ્રી અષ્ટપાહુડ - પ્રસાદી
૧. દર્શનપ્રાભૃતઃ
દર્શનપ્રાભૂતમાં દર્શનમાર્ગ એટલે કે જિનદર્શનનું સ્વરૂપ તથા ધર્મના મૂળ સમ્યગ્દર્શનનું સ્વરૂપ બતાવીને તેનો મહિમા પ્રસિદ્ધ કર્યો છે; તથા તેની આરાધનાનો ઉપદેશ આપ્યો છે.
- સમ્યગ્દર્શન વગર અનંતકાળથી જીવ સંસાર પરિભ્રમણ કરી રહ્યો છે અને અનંત દુઃખ ભોગવી રહ્યો છે. મોક્ષના કારણરૂપ જે ધર્મ સર્વજ્ઞ ભગવાને ઉપદેશ્યો છે તે ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે.
જીવવસ્તુ જ્ઞાનદર્શનમય ચેતનાસ્વરૂપ છે, તે ચેતના શુદ્ધતારૂપે પરિણમે તે તેનો સ્વભાવ છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ધર્મ પણ તેમાં જ આવી જાય છે. જીવના મોહ-ક્ષોભ વગરના શુદ્ધ ચેતના પરિણામ તે જ જિનેશ્વરદેવે કહેલો ધર્મ છે. | દર્શન એટલે શ્રદ્ધા - તેના વગર જીવને સમ્યકજ્ઞાન, ચારિત્ર કે ક્ષમા વગેરે કોઈ ધર્મ સાચા હોતા નથી. આ રીતે દર્શન’ જેનું મૂળ છે એવો ધર્મ ભગવાન જિનવરે ગણધરાદિ શિષ્યોને ઉપદેશ્યો છે.
સમ્યગ્દર્શન તે જીવનો અંતરંગભાવ છે; ઉપાધિરહિત શુદ્ધ જીવને સાક્ષાત્ અનુભવમાં લઈને તેમાં આત્મબુદ્ધિરૂપ પ્રતીત તે સમ્યગ્દર્શન છે; તે નિશ્ચયથી એક જ પ્રકારનું છે.
સમ્યકત્વતે આત્માભિમુખ પરિણામ છે. શુદ્ધ નય દ્વારા થયેલી આત્માની અનુભૂતિ તે સમ્યગ્દર્શનનું મુખ્ય ચિહ્ન છે. આત્માનું નિર્વિકલ્પ સ્વસંવેદન થાય છે તેમાં અપૂર્વ શાંતિના વેદન સહિત પોતાને આત્મા સાચા સ્વરૂપે જણાય છે. અતીન્દ્રિય હોવાથી તે સ્વસંવેદન પ્રત્યક્ષ છે, રાગ વગરનો અપૂર્વ આત્મિક આનંદ તેમાં વેદાય છે, અનંત ગુણનું નિર્મળ કાર્ય અનુભૂતિમાં એક સાથે સમાય છે.
વ્યવહારથી જીવાદિના શ્રદ્ધાનને સમ્યકત્વ કહ્યું છે, પણ નિશ્ચયથી આત્મા જ નિજ સમ્યકત્વ છે.
સમ્યગ્દષ્ટિને નિઃશંકતા, નિઃકાંક્ષા વગેરે આઠ અંગો હોય છે. આ સમગ્દર્શન એ મોક્ષનું પહેલું પગથિયું છે માટે એની આરાધના પ્રથમ કરો. ૨. સૂત્રપ્રાભૂત :
જિનસૂત્રનું તાત્પર્ય એ છે કે પ્રયત્ન વડે આત્માને જાણો અને શ્રદ્ધા કરો. જિન સ્ત્રમાં શુદ્ધ રત્નત્રય મોક્ષમાર્ગ કેવો છે અને તેની સાથે બાહ્યમાં અચલક યથાકાત દશા કેવી હોય છે એ બતાવીને આચાર્ય કહે છે મોક્ષનો અર્થી જીવ આત્માને ઇચ્છે છે. | સ્વાધીન અસ્તિત્વ ટકાવીને દરેક વસ્તુ સ્વતંત્ર રીતે પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં પરિણમે છે. આવું અનેકાંતમય વસ્તુસ્વરૂપ સમજાવીને જિન સૂત્રો સ્વ-પરની ભિન્નતા બતાવે છે ને ભ્રમનો નાશ કરે છે, એ રીતે જ્ઞાનસ્વરૂપે પોતાનો નિબંધ અનુભવ તે જિનસૂત્રનું ફળ છે.