Book Title: Parmagam Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla
View full book text
________________
૫૧૮ સમ્યકત્વ-દર્શન-જ્ઞાન-તપ-વીર્યાચરણ આત્મા વિષે, પવને સહિત પાવક સમાન, દહે પુરાતન કર્મને. ૩૪. ૧. પાવક = અગ્નિ.
૨. દહે = બાળે. ૩. પુરાતન = જૂનાં. णिद्दड्डअट्ठकम्मा विसयविरत्ता जिदिदिया धीरा। तवविणयसीलसहिदा सिद्धा सिद्धिं गदि पत्ता ॥ ३५ ॥ વિજિતેન્દ્રિવિષયવિરક્ત થઈ, ધરીને વિનય-તપ-શીલને, ધીરા દહી વસુ કર્મ, શિવગતિ પ્રાપ્ત સિદ્ધપ્રભુ બને. ૩૫. ૧. વિજિતેન્દ્રિ = જિતેન્દ્રિય.
૨. ધીરા = ધીર પુરુષ. ૩. દહી વસુ કર્મ = આઠ કર્મને બાળીને. लावण्णसीलकुसलो जम्ममहीरुहो जस्स सवणस्स। सो सीलो स महप्पा भमिज गुणवित्थरं भविए ॥ ३६॥ જે શ્રમણ કેરું જન્મતરુ લાવણ્ય-શીલસમૃદ્ધ છે, તે શીલધર છે, છે મહાત્મા, લોકમાં ગુણ વિસ્તરે. ૩૬. णाणं झाणं जोगो दंसणसुद्धी य वीरियायत्तं। सम्मत्तदंसेणेण य लहंति जिणसासणे बोहिं॥ ३७॥ દગશુદ્ધિ, જ્ઞાન, સમાધિ, ધ્યાનસ્વશકિત-આશ્રિત હોય છે, સમ્યકત્વથી જીવો લહે છે 'બોધિને જિનશાસને. ૩૭.
૧. બોધિ = રત્નત્રયપરિણતિ.
जिणवयणगहिदसारा विसयविरत्ता तावोधणा धीरा। सीलसलिलेण ण्हादा ते सिद्धालयसुहं जंति ॥ ३८॥ જિનવચનનો ગ્રહી સાર, વિષયવિરક્ત ધીર તપોધનો, કરી સ્નાન 'શીલસલિલથી, સુખ સિદ્ધિનું પામે અહો! ૩૮.
૧. શીલસલિલ = શીલરૂપી જળ.

Page Navigation
1 ... 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550