Book Title: Parmagam Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 537
________________ ૫૨૩ ૫. ભાવપ્રાભુત : ભાવ એટલે સમ્યક્ત્વાદિ શુદ્ધભાવ, તે જ જૈનશાસન છે, તે જ મોક્ષમાર્ગ છે. આ ભાવપ્રાભૂતમાં આચાર્યદેવે અત્યંત વૈરાગ્યપૂર્ણ ઉપદેશ કર્યો છે. આચાર્યદેવ કહે છે કે, હે ભવ્ય ! સમ્યક્ત્વાદિ શુદ્ધભાવ છે તે જ મોક્ષમાર્ગમાં પ્રથમ લિંગ છે, તેને જ તું પરમાર્થ મોક્ષસાધન જાણ; એ સિવાય દ્રવ્યલિંગથી મોક્ષ સધાતો નથી. હે મોક્ષપુરીના પથિક ! શિવપુરીના પંથમાં સમ્યક્ત્વાદિ ભાવની પ્રધાનતા છે; એવા શિવપુરીના ભાવને તું જાણીને, જિનભાવના વડે સમ્યક્ત્વાદિ શુદ્ધભાવને પ્રગટ કર. છે ભાવ પરથમ, ભાવિવરહિત લિંગથી શું કાર્ય છે ? હે પથિક ! શિવનગરી તણો પથ યત્નપ્રાપ્ય કહ્યો જિને. ૬. રત્નત્રયની પ્રાપ્તિ વિના તું અનંતકાળથી દીર્ઘ સંસારે ભમ્યો છે. ક્ષણે ક્ષણે તું ભાવમરણે દુઃખી થયો, હવે એનાથી બચવા જિનભાવના ભાવ. વણ રત્નત્રયપ્રાપ્તિ તું એ રીત દીર્ઘ સંસારે ભમ્યો, -ભાખ્યું જિનોએ આમ; તેથી રત્નત્રયને આચરો. ૩૦. નિજ આત્મમાં રત જીવ જે તે પ્રગટ સમ્યગ્દષ્ટિ છે, તદ્બોધ છે સુજ્ઞાન, ત્યાં ચરવું ચરણ છે; -માર્ગ એ. ૩૧. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનો કે પ્રત્યાખ્યાન-સંવર વગેરે શુદ્ધભાવનો આશ્રય તારો આત્મા જ છે; તેમાં આત્મા સિવાય બીજું કોઈ કારણ નથી; દેહના આધારે કે વિકલ્પોના આધારે સમ્યગ્દર્શનાદિ શુદ્ધભાવો થતાં નથી. ચેતનામય જે શુદ્ધ સહજ ભાવો છે તેનો હેતુ પોતાનો આત્મા જ છે. અને તે નિર્મળ ભાવોમાં ચેતનમય આત્મા જ પ્રસરેલો છે, એમાં રાગ નથી, તેમાં પર ચીજ નથી એટલે બીજું કોઈ તેનું કારણ નથી. મુજ જ્ઞાનમાં આત્મા ખરે, દર્શન-ચરિતમાં આતમા, પચખાણમાં આત્મા જ, સંવર-યોગમાં પણ આતમા. ૫૮. હવે કહે છે : મારો સુશાશ્વત એક દર્શનજ્ઞાનલક્ષણ જીવ છે; બાકી બધા સંયોગલક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. ૫૯. હવે નિર્વાણનું કારણ બતાવે છે ઃ : જે જીવ જીવસ્વભાવને ભાવે, સુભાવે પરિણમે, જર-મરણનો કરી નાશ તે નિશ્ચય લહે નિર્વાણને. ૬૧.

Loading...

Page Navigation
1 ... 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550