________________
૪૦૭ જે ઇન્દ્રિયોનું દમન અને ક્ષમારૂપી તલવારથી કપાયરૂપી પ્રબળ શત્રુને જીતે છે, ચારિત્રરૂપી ખડગથી પાપરૂપી થાંભલાને કાપે છે, વિષયરૂપી વિષના ફળોથી જોડાયેલ મોહરૂપી ઝાડ ઉપર ચડી માયારૂપી વેલને જ્ઞાનરૂપી શસ્ત્રથી પૂર્ણરૂપથી કાપે છે; મોહ, મદ, ગારવ રહિત અને કરૂણાભાવથી સહિત છે; તે મુનિ જ વાસ્તવિક ધીર-વીર છે. તે મુનિ જ ચક્રવર્તી, નારાયણ, અર્ધચક્રી, દેવ, ગાગધર, આદિના ગુણોને અને ચારણઋધિઓને પ્રાપ્ત કરે છે તથા સંપૂર્ણ શુદ્ધતા થવાથી અજર, અમર, અનુપમ, ઉત્તમ, અતુલ સિદ્ધસુખને પણ પ્રાપ્ત કરે છે.
આચાર્ય પ્રાર્થના કરે છે કે ઉક્ત ત્રિભુવન પૂજ્ય, શુદ્ધ, નિરંજન, નિત્યસિદ્ધ ભગવાન મને દર્શનજ્ઞાન-ચારિત્રમાં ઉત્કૃષ્ટ શુદ્ધતા પ્રદાન કરે. અધિક કહેવાથી શું? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ અને એવા બધા જ કાર્યો શુદ્ધ ભાવમાં સ્થિત થવાથી જ સિદ્ધ થાય છે, એટલે ભાવોની શુદ્ધતા પર ધ્યાન આપવું જોઈએ.
ભાવપાહુડનો ઉપસંહાર કરતાં આચાર્ય કહે છે કે સર્વજ્ઞદેવે કહેલા આ ભાવપાહુડને જે ભવ્ય જીવ સારી રીતે વાંચે છે, સાંભળે છે, ચિંતન કરે છે, તે અવિનાશી સુખનું સ્થાન મોક્ષને પ્રાપ્ત કરે છે.
આ પ્રકારે આપણે જોઈએ છીએ કે ભાવપાહુડમાં ભાવલિંગ સહિત દ્રવ્યલિંગ ધારણ કરવાની પ્રેરણા આપી છે. સમ્યગ્દર્શન સહિત વ્રત ધારણ કરવાનો ઉપદેશ આપેલ છે. ૬. મોક્ષપાહુડ:
૧૦૬ ગાથાઓમાં વિસ્તરેલ આ પાહુડમાં મોક્ષ અને મોક્ષના કારણોનું નિરૂપણ છે. આત્માની અનંત સુખરૂપ સર્વોત્કૃષ્ટ દશા જ મોક્ષ છે; એટલે એમાં બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા - આત્માના આ ત્રણ રૂપોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. બહિરાત્મપણું હેય, અંતરાત્મપણું ઉપાદેય અને પરમાત્માપણું પરમ ઉપાદેય છે. બહિરાત્મા ઇન્દ્રિયો દ્વારા જેનું મન આત્મસ્વરૂપથી ચુત થઈને બાહ્ય પદાર્થોમાં સ્કુરાયમાન છે અને જે ઇન્દ્રિયો અને શરીરને આત્મા જાણે છે તે બહિરાત્મા છે. આ બહિરાત્મા જે પ્રમાણે પોતાના દેહને પોતાનો આત્મા જાણે છે, માને છે, તે પ્રમાણે પરના દેહને પરનો આત્મા જાણે છે - માને છે; આ જ કારણે દેહના નિમિત્તથી જેના સંબંધ બન્યા છે, એ સ્ત્રી-પુત્રાદિમાં મોહ-મમતા કરે છે અને આગામી ભવોમાં દેહાદિ અને સ્ત્રી-પુત્રાદિનો સંયોગ ઇચ્છે છે. અંતરાત્મા જ્યારે એ દેહાદિકથી ભિન્ન આત્માને જ્ઞાનાનંદ સ્વભાવી જાણે છે, માને છે અને અનુભવ કરે છે ત્યારે તે અંતરાત્મા કહેવાય છે. પરમાત્મા ઃ જે દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મરૂપી કર્મકલંકથી રહિત, અશરીરી, અતીન્દ્રિય, અનિન્દિત, વિશુદ્ધાત્મા છે (જે આત્મા વિશેષરૂપથી શુદ્ધ છે, જેના જ્ઞાનમાં શેયોના આકાર ઝલકે છે; તો પણ તે રૂપ થતો નથી અને ન એમનાથી રાગદ્વેષ કરે છે, એ શુદ્ધાત્મા છે), પરમપદમાં સ્થિત છે, પરમ જિન છે,