________________
૪૦૮ જેણે બધા કર્મોને જીતી લીધા છે, જેકલ્યાણકારી અને અવિનાશી છે, સિદ્ધ છે, જેણે પોતાના સ્વરૂપની સિદ્ધિ કરી નિર્વાણપદ પ્રાપ્ત કરી લીધું છે; તે પરમાત્મા છે.
ઉપર્યુક્ત ત્રણેમાંથી બહિરાત્માપણું છોડીને અંતરાત્મા બનીને પરમાત્માનું ધ્યાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.
પરમાત્માપદની પ્રાપ્તિ કેમ થાય છે એનું વિસ્તારથી વર્ણન કરી આરંભમાં મુનિધર્મ અને એના બાદ શ્રાવકધર્મનું નિરૂપણ કર્યું છે.
જે વ્યક્તિ સચિત્ત, અચિત્ત, મિશ્ર -ત્રણ પ્રકારથી પરદ્રવ્યમાં રત છે, એ મિથ્યાદષ્ટિ છે અને અષ્ટ કર્મોથી બંધાય છે.
વિકારરહિત, અષ્ટકર્મોથી રહિત, અનુપમ, જ્ઞાનશરીરી, અવિનાશી, કેવળજ્ઞાનમય આત્મા જ સ્વદ્રવ્ય છે. જે વ્યક્તિ આ આત્મામાં લીન છે, એ પરદ્રવ્યથી પરાનુખ છે, એ કર્મોને શીઘ જ નષ્ટ કરે છે, એટલે જે મોક્ષ ઇચ્છે છે, એણે નિજદ્રવ્યનું ધ્યાન કરવું જોઈએ, કારણ કે મોક્ષપ્રાપ્તિનું એકમાત્ર ઉપાય આ છે.
ઉકત ઉપાયોના કરવાથી જે શુભભાવ થાય છે, એનાથી સ્વર્ગાદિની પ્રાપ્તિ થાય છે, પરંતુ મુમુક્ષુ (મોક્ષના ઇચ્છુક)ને એની ચાહનથી હોતી, કારણ કે સ્વર્ગાદિની પ્રાપ્તિ તો કાયાકલેશ તપાદિથી પણ થઈ જાય છે. વર્ષાદિકમાં સુખ નથી, પરંતુ ક્ષણિક સુખાભાસ થાય છે. શાશ્વત સુખ તો એકમાત્ર આત્માના ધ્યાનથી જ થાય છે.
મિથ્યાત્વ, અજ્ઞાન, પાપ-પુણ્ય, ક્રોધ-માન-માયા-લોભ, રાગ-દ્વેષ-મોહને મન-વચન-કાયાથી છોડીને, મોનવ્રત ધારણ કરી સ્વ-પરનું વિચાર કરવાથી ધ્યાન થાય છે. ધ્યાનથી કર્મનું આવવું (આસવ) અટકે છે, આગામી બંધ થતો નથી, પૂર્વકર્માની નિર્જરા થાય છે, ત્યારે મુક્તિ પ્રાપ્ત થાય છે.
આત્માનુભૂતિ સંપન્ન મુનિ પંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ અને સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રથી યુક્ત હોય છે.
જે દેખે (જુએ) તે દર્શન છે અથવા તત્વરૂચી જ સમ્યગ્દર્શન છે. જે જાણે છે તે જ્ઞાન છે અથવા તત્ત્વનું ગ્રહણ જ જ્ઞાન છે, પુણ્ય-પાપનો પરિહાર (ત્યાગ) એ ચારિત્ર છે.
આ પ્રમાણે જે મુનિ રત્નત્રય સંયુક્ત હોય છે, મન-વચન-કાયાથી ત્રણે કાળમાં યોગ ધારણ કરતાં થકા શલ્ય (માયા, મિથ્યાત્વ, નિદાન)થી અને રાગ-દ્વેષના દોષોથી રહિત થયો થકો પોતાની શક્તિ અનુસાર તપ કરે છે, તે શુદ્ધાત્માનું ધ્યાન કરતો થકો પરમપદને પ્રાપ્ત કરે છે.
જે વિષય કષાયોમાં રત છે, રૌદ્રપરિણામી છે, હિંસાદિક અને વિષયકષાયોમાં સહજ પ્રવૃત્તિ કરે છે, મુનિમુદ્રા જેને સ્વપ્નમાં પણ નથી ગમતી, તે અજ્ઞાની છે, સંસારમાં ભટકે છે. પરદ્રવ્યમાં રાગ-દ્વેષ કરતો થકો અજ્ઞાની તીવ્ર તપથી અનેક ભવોમાં જે કર્મોનો નાશ કરે છે, જ્ઞાની અંતર્મુહૂર્તમાં જ તેનો ક્ષય કરે છે.