________________
૪૧૨
વિષયસેવનરૂપી વિષ (ઝેર) સમસ્ત ઝેરોમાં તીવ્ર, સર્વાધિક હાનિકારક છે; કારણ કે ઝેરની વેદનાથી નષ્ટ જીવ તો એક જ જન્મમાં મરે છે, પરંતુ વિષયરૂપી ઝેરથી નષ્ટ જીવ વારંવાર સંસારરૂપી વનમાં ભ્રમણ કરે છે.
આ વિષયોને છોડવાથી કાંઈ પણ હાનિ થતી નથી. જેવી રીતે ફોતરાં ઉડાડી દેવાથી મનુષ્યનું કાંઈ પણ દ્રવ્ય જતું નથી, એવી રીતે તપસ્વી અને શીલવાન પુરુષ વિષયોને મળ અથવા ફોતરાંની જેમ દૂર ફેંકી દે છે. વિષયામાં રમણતા કરીને સ્વયં જ જેણે કર્મોની ગાંઠ બાંધી છે એને ઉત્તમ પુરુષ તપ-સંયમ-શીલના દ્વારા છેદે ઇં-ખોલે છે.
જ
જેમ સમુદ્ર રત્નોથી ભરેલો છે, તો પણ જલસહિત શોભા પામે છે, એવી જ રીતે આ આત્મા તપ, વિનય, શીલ, દાન આદિ રત્નોથી શીલ સહિત શોભા પામે છે.
આ રીતે અનેક ગાથાઓમાં અનેક ઉદાહરણ આપતાં આ જ સિદ્ધ કર્યું છે કે શીલથી નિર્વાણની પ્રાપ્તિ થાય છે અને કુશીલથી તીવ્ર દુઃખની પ્રાપ્તિ થાય છે. શીલથી તીવ્ર દુઃખ પણ સમાપ્ત થઈ જાય છે અને સમય થતાં સુખની પ્રાપ્તિ થાય છે.
લોકમાં પણ શીલસહિત વ્યક્તિની પ્રશંસા થાય છે, એટલે શીલને જ અંગીકાર કરવું જોઈએ; કારણ કે શીલ વગર જ્ઞાન પણ અજ્ઞાન નામ પ્રાપ્ત કરે છે અને શીલસહિત સમ્યજ્ઞાન નામ પામે છે, જેનાથી સંસારની નિવૃત્તિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
શીલ વિના એકલું જાણી લેવા માત્રથી જો મોક્ષ થતો હોય તો દસ પૂર્વનું જ્ઞાન જેને હતું એવા રૂદ્ર નરક કેમ ગયા ? વધુ શું કહેવું ? આટલું સમજી લેવું કે જ્ઞાન સહિત શીલ જ મુક્તિનું કારણ છે.
અંતમાં આચાર્યદેવ કહે છે કે ઃ- “જેમણે જિનવચનોનો સાર ગ્રહણ કરી લીધો છે અને જે વિષયોથી વિરક્ત થઈ ગયા છે, જેમને તપ એ જ સંપતિ છે અને જે ધીર છે તથા શીલરૂપી જળથી સ્નાન કરીને શુદ્ધ થયા છે, તે મુનિરાજ સિદ્ધાલયના સુખને પ્રાપ્ત કરે છે.’’
આ પ્રકારે આ અધિકારમાં સમ્યગ્દર્શન-જ્ઞાન સહિતની મહિમા બતાવી છે, તેને જ મોક્ષનું કારણ બતાવ્યું છે. અને શ્રમણોને પગલે પગલે સતર્ક કરી દીધા છે.
આ રીતે ‘અષ્ટપાહુડ’ નામના ગ્રંથની સમાપ્તિ થાય છે.