Book Title: Parmagam Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 526
________________ ૫૧૨ જે જ્ઞાન ચરણવિહીન, ધારણ લિંગનું દગહીન જે, તપચરણ જે સંયમસુવિરહિત, તે બધું ય નિરર્થ છે. ૫. ૧. નિરર્થ = નિરર્થક; નિષ્ફળ. णाणं चरित्तसुद्धं लिंगग्गहणं च दंसणविसुद्धं । संजमसहिदो य तवो थोओ वि महाफलो होइ॥६॥ જે જ્ઞાન ચરણવિશુદ્ધ, ધારણ લિંગનું દગશુદ્ધ જે, તપ જે સસંયમ, તે ભલે થોડું, મહાફળયુક્ત છે. ૬. ૧. દગશુદ્ધ = સમ્યગ્દર્શન વડે શુદ્ધ. ૨. સસંયમ = સંયમ સહિત. णाणं णाऊण णरा केई विसयाइभावसंसत्ता। हिंडंति चादुरगदिं विसएसु विमोहिया मूढा ॥७॥ નર કોઈ, જાણી જ્ઞાનને, આસક્ત રહી વિષયાદિકે, ભટકે ચતુર્ગતિમાં અરે ! વિષયે વિમોહિત મૂઢ એ. ૭. जे पुण विसयविरत्ता णाणं णाऊण भावणासहिदा। छिंदंति चादुरगदिं तवगुणजुत्ता ण संदेहो॥८॥ પણ વિષયમાંહી વિરક્ત, જાણી જ્ઞાન, ભાવનયુક્ત રે, નિઃશંક તે તપગુણસહિત છેદે ચતુર્ગતિભ્રમ, ને. ૮. जह कंचणं विसुद्धं धम्मइयं खडियलवणलेवेण। तह जीवो वि विसुद्धं णाणविसलिलेण विमलेण॥९॥ ધમતાં લવણ - ખડીલેપપૂર્વક કનક નિર્મળ થાય છે, ત્યમ જીવ પણ સુવિશુદ્ધ 'જ્ઞાનસલિલથી નિર્મળ બને. ૯. ૧. જ્ઞાનસલિલ = જ્ઞાનજળ; જ્ઞાનરૂપી નીર. णाणस्स पत्थि दोसो कुप्पुरिसाणं वि मंदबुद्धीणं। जे णाणगविदा होऊणं विसएसु रज्जंति॥१०॥

Loading...

Page Navigation
1 ... 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550