________________
૪૦૪ બાઘમાં નગ્ન મુનિ ચાલીખોર, હાસ્ય, ભાષા આદિ કાર્યોમાં મલિન થઈને સ્વયં અપયશને પ્રાપ્ત થાય છે, તેમ જ વ્યવહાર ધર્મની પણ હાંસી કરાવે છે; આથી આંતરિક ભાવદોષોથી અત્યંત શુદ્ધ બનીને જ નિગ્રંથ બાહ્યલિંગ ગ્રહણ કરવું જોઈએ.
ભાવરહિત દ્રવ્યલિંગની નિરર્થકતા બતાવતા આચાર્ય કહે છે કે જે મુનિમાં ધર્મનો વાસ નથી, પરંતુ દોષોનો નિવાસ છે, તે તો ઇશ્નફળની સમાન છે, તેમાં ન તો મુક્તિરૂપી ફળ લાગે છે અને ન રત્નત્રયરૂપ ગંધાદિક ગુણ જોવામાં આવે છે. અધિક શું કહેવું? તે તો નગ્ન થઈને નાચવાવાળા ભવૈયાની સમાન જ છે.
આથી હે આત્મન ! પહેલાં મિથ્યાત્વાદિઆંતરિક દોષોને છોડીને ભાવદોષોથી અત્યંત શુદ્ધ બનીને બાહ્ય નિગ્રંથ લિંગ ધારણ કરવું જોઈએ.
ભાવ જ સ્વર્ગ-મોક્ષના કારણ છે. વિદ્યાધર, દેવ અને મનુષ્ય દ્વારા સંસ્તુત શુભભાવોથી જ ચક્રવર્તી આદિની વિપુલ લક્ષ્મી પ્રાપ્ત થાય છે અને રત્નત્રયાત્મક મુક્તિમાર્ગ પણ પ્રાપ્ત થાય છે.
ભાવ ત્રણ પ્રકારના છે - શુભ, અશુભ અને શુદ્ધ. ધર્મધ્યાન શુભ છે, આર્ત અને રૌદ્રધ્યાન અશુભ છે અને શુદ્ધભાવ તો આત્માનું સ્વરૂપ જ છે, તેને ગ્રહણ કરવું જોઈએ.
જેનું મિથ્યાત્વ નષ્ટ થઈ ગયું છે, માનાદિ કષાય પણ મુખ્યતાથી સમાપ્ત થઈ ગયા છે - એવા ઇન્દ્રિયોથી વિરક્ત, સમચિત્ત શ્રમણ સોલહકારણ ભાવના ભાવીને અલ્પ સમયમાં તીર્થંકર પ્રકૃતિનો બંધ કરે છે અને નિર્વાણને પ્રાપ્ત થાય છે.
ઉપદેશ દેતાં આચાર્ય કહે છે કે મુનિપ્રવર ! તું મન-વચન-કાયાથી બાર પ્રકારનું તપ અને તેર પ્રકારની ક્રિયાઓને કરીને તથા જ્ઞાનરૂપી અંકુશથી મનરૂપી મતવાલા હાથીને વશમાં કર.
શુદ્ધ જિનલિંગનું સ્વરૂપ બતાવતાં કહે છે કે શુદ્ધાત્માનુભાવપૂર્વક ધારણ કરવામાં આવેલ બાહ્ય વસ્ત્રાદિનો ત્યાગ કર. ભૂમિશયન આદિવેશ જ જિનલિંગ છે. તે જ મોક્ષનું કારણ છે.
પૂજાદિ અને વ્રત સહિત પરિણામ તે પુણ્ય છે અને મોહથી રહિત આત્માના પરિણામ તે ધર્મ છે. અજ્ઞાનીઓનો પુણ્ય ભોગનું નિમિત્ત છે, કર્મક્ષયનું નહિ. ધર્મકર્મક્ષયનો હેતુ છે, એટલે ધર્મસ્વરૂપ આત્માનું જ શ્રદ્ધાન-જ્ઞાન અને ધ્યાન કરવું જોઈએ.
શુદ્ધાત્માની ભાવનાથી રહિત મુનિઓ દ્વારા કરવામાં આવેલા બાહ્ય પરિગ્રહનો ત્યાગ, પર્વતની ગુફાઓમાં આવાસ, જ્ઞાન, અધ્યયન આદિબધી ક્રિયાઓ નિરર્થક છે; આથી હે મુનિ! લોકોના મનોરંજન કરવાવાળા માત્ર બાહ્ય વેશને જ ધારણ ન કર, ઇન્દ્રિયોની સેનાનો નાશ કર, વિષયોમાં ન રમ, મનરૂપી વાંદરાને વશમાં રાખ, મિથ્યાત્વ અને નવ નોકષાયને ભાવશુદ્ધિપૂર્વક છોડ, દેવ-ગુરુ-શાસ્ત્રનો વિનય કર, જિનશાસ્ત્રોને સારી રીતે સમજીને શુદ્ધભાવોની ભાવના કર; જેનાથી તારી ક્ષુધા-તૃષા આદિ વેદનાથી રહિત ત્રિભુવન ચૂડામણી સિદ્ધત્વની પ્રાપ્તિ થશે.