________________
૪૦૨ ગરમી, રહેવાના સ્થાનના, તિર્યંચગતિમાં તાપ, ઠંડી, વેદના, બંધન, અંગનું છેદાવું, નિરોધન આદિના દુઃખ, મનુષ્યગતિમાં અકસ્માત, વજપાતાદિ, માનસિક, શારીરિક આદિ અને દેવ ગતિમાં વિયોગ, હલકી ભાવના આદિ દુઃખો ભોગવ્યા છે.
હે જીવ! વિશેષ શું કહેવું? આત્મભાવના વિના તું માતાના ગર્ભમાં મહા અપવિત્ર સ્થાનમાં સંકડાઈને રહ્યો. આજ સુધી તેં એટલી માતાનું દૂધ પીધું છે, જો તેને એકઠું કરવામાં આવે તો સાગર ભરાઈ જાય તારા જન્મ અને મરણથી દુઃખી માતાઓએ જે આસું સાર્યા છે તેનાથી સાગર ભરાઈ જાય. આ પ્રકારે તે અનંત સંસારમાં એટલા બધા છે કે તેના વાળ, નખ, નાળ અને અસ્થિઓ જો કોઈ ભેગાં કરે તો સુમેરૂ પર્વતથી પણ મોટો ડુંગર થઈ જાય.
હે આત્મનું! આત્મભાવ રહિત થઈને ત્રણલોકમાં જળ, થળ, અગ્નિ, પવન, ગિરી, નદી, વૃક્ષ આદિ સ્થળોમાં બધે સ્થળે સર્વત્ર ખૂબ દુઃખ સહિત રહ્યો છે. સર્વ પુદ્ગલોને વારંવાર ભક્ષણ કર્યા તો પણ તું સંતુષ્ટ થયો નથી. આ પ્રમાણે તૃષ્ણાથી પીડા પામીને ત્રણલોકના સમસ્ત પાણી પીધાં તો પણ તૃષા શાંત ન થઈ. એટલે હવે બધી વાતોનો વિચાર કર. ભવભ્રમણને સમાપ્ત કરવાવાળા રત્નત્રયનું ચિંતન કર.
હે ધીર! તેં અનંત ભવસાગરમાં અનેક વાર જન્મ ધારણ કરી, અપરિમિત શરીર ધારણ કરી અને છોડ્યા છે, જેમાં મનુષ્ય ગતિમાં વિષ ભક્ષણાદિ અને તિર્યંચ ગતિમાં બરફ પડવાથી શરીર ઠરી જતાં કુમરણે પ્રાપ્ત કરી મહાદુઃખ ભોગવ્યા છે. નિગોદમાં તો એક અંતર્મુહૂર્તમાં ૬૬૩૩૬ વાર જન્મ-મરણ કર્યા છે.
હે જીવ! તેંરત્નત્રયના અભાવમાં દુઃખમય સંસારમાં અનાદિકાળથી ભ્રમણ કર્યું છે, એટલે હવે તું આત્માનું શ્રદ્ધાન, જ્ઞાન અને આચરણરૂપ રત્નત્રયની પ્રાપ્તિ કર; જેથી તારું મરણ કુમરણ ન બનતાં સુમરણ બની જશે અને તુરત જ શાશ્વત સુખને પ્રાપ્ત કર.
હવે આચાર્યભાવરહિત માત્રદ્રવ્યલિંગ ધારણ કરીને પાછળથી ઉત્પન્ન થયેલા દુઃખોનું વર્ણન કરે છે.
હે મુનિવર ! ત્રણ લોકમાં એવું કોઈ સ્થળ બાકી રહ્યું નથી જ્યાં તે દ્રવ્યલિંગ ધારણ કરી જન્મમરણ કર્યા ન હોય. કોઈ પણ પુગલ એવું બાકી રહ્યું નથી જેને તેં ગ્રહણ કરી છોડ્યું ન હોય, તો પણ તારી મુક્તિ થઈ નહીં. પરંતુ ભાવલિંગ ન હોવાથી અનંતકાળ સુધી જન્મ-જરા આદિથી પીડીત થઈને દુઃખોને ભોગવતો રહ્યો છે.
હે મહાયશ! વિશેષ શું કહીએ ! આ મનુષ્યના શરીરમાં એક એક આંગળમાં છનું છનું રોગ હોય છે. તો પછી સંપૂર્ણ શરીરના રોગોનું તો કહેવું જ શું? પૂર્વ ભવોમાં એ સમસ્ત રોગોને પરાધીન થઈને તે ભોગવ્યા છે અને આગળ પણ ભોગવતો રહીશ.
હે મુનિ! તું માતાના મહા અપવિત્ર ગર્ભમાં રહ્યો, ત્યાં માતાના એઠાં ભોજનથી બનેલા રસરૂપી આહાર ગ્રહણ કર્યા. ત્યાર બાદ બાળક અવસ્થામાં અજ્ઞાનવશ અપવિત્ર સ્થાનમાં, અપવિત્ર વસ્તુમાં પડ્યો રહ્યો અને અપવિત્ર વસ્તુ જ ખાધી.