________________
૩૯૩ જિનકથિત પરમ સૂત્રને વિષે પ્રતિક્રમણાદિકની સ્પષ્ટ પરીક્ષા કરીને મૌનવ્રત સહિત યોગીએ નિજ કાર્યને નિત્ય સાવવું.
છે જીવવિધવિધ,કર્મ વિધવિધ, લબ્ધિ છેવિધવિધઅરે!
તે કારણે નિજપરસમય સહ વાદ પરિહર્તવ્ય છે. ૧૫૬. નાના પ્રકારના જીવો છે, નાના પ્રકારનું કર્મ છે, નાના પ્રકારની લબ્ધિ છે; તેથી સ્વસમયો અને પરસમયો
સાથે (સ્વધર્મીઓ અને પરધર્મીઓ સાથે) વચનવિવાદ વર્જવા યોગ્ય છે. ૧૨. શુદ્ધોપયોગ અધિકાર :
જાણે અને દેખે બધું પ્રભુ કેવળી વ્યવહારથી;
જાણે અને દેખે સ્વને પ્રભુ કેવળી નિશ્ચય થકી. ૧૫૯. વ્યવહારનયથી કેવળી ભગવાન બધું જાણે છે અને દેખે છે; નિશ્ચયથી કેવળજ્ઞાની આત્માને પોતાને) જાણે છે અને દેખે છે.
પ્રભુ કેવળી દેખે નિજાત્માને, ન લોકાલોકને,
-જો કોઈ ભાખે એમ તો તેમાં કહો શો દોષ છે? ૧૬૬. (નિશ્ચયથી) કેવળી ભગવાન આત્મસ્વરૂપને દેખે છે, લોકાલોકને નહિ એમ જો કોઈ કહે તો તેને શો દોષ છે? (અર્થાત્ કાંઈ દોષ નથી.)
પ્રભુ કેવળી જાણે ત્રિલોક-અલોકને, નહિઆત્મને,
-જો કોઈ ભાખે એમ તો તેમાં કહો શો દોષ છે? ૧૬૯. (વ્યવહારથી) કેવળી ભગવાન લોકાલોકને જાણે છે, આત્માને નહિ - એમ જો કોઈ કહે તો તેને શો દોષ છે? (અર્થાત્ કાંઈ દોષ નથી.)
છે જ્ઞાન જીવસ્વરૂપ, તેથી જીવ જાણે જીવને;
જીવને ન જાણે જ્ઞાન તો એ જીવથી જુદું ઠરે ! ૧૭૦. જ્ઞાન જીવનું સ્વરૂપ છે, તેથી આત્મા આત્માને જાણે છે; જો જ્ઞાન આત્માને ન જાણે તો આત્માથી વ્યતિરિક્ત જુદું) ઠરે !
અનુપમ, અતીન્દ્રિય, પુણ્યપાપવિમુક્ત, અવ્યાબાધ છે, પુનરાગમન વિરહિત, નિરાલંબન, સુનિશ્ચળ, નિત્ય છે. ૧૭૮.