________________
૩૯૧ જેને રાગ કે દ્વેષ (નહિ ઊપજતો થકો) વિકૃતિ ઉત્પન્ન કરતો નથી, તેને સામાયિક સ્થાયી છે એમ કેવળીના શાસનમાં કહ્યું છે.
જે નિત્ય વર્ષે આર્ત તેમ જ રૌદ્ર બન્ને ધ્યાનને,
સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૨૯, જે આર્ત અને રૌદ્ર ધ્યાનને નિત્ય વર્જે છે, તેને સામાયિક સ્થાયી છે એમ કેવળીના શાસનમાં કહ્યું છે.
જે નિત્ય ધ્યાવે ધર્મ તેમ જ શુક્લ ઉત્તમ ધ્યાનને,
સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૩૩. જે ધર્મધ્યાન અને શુક્લધ્યાનને નિત્ય ધ્યાવે છે, તેને સામાયિક સ્થાયી છે એમ કેવળીના શાસનમાં કહ્યું છે.
આવી રીતે સામાયિક એ પૂર્ણ ધ્યાનનો વિષય છે એ વાત ખાસ અહીંનોધ કરવા જેવી છે - જે બે ઘડી સામાયિકનું ફળ કેવળજ્ઞાન છે એમ જાણવું. ૧૦. પરમ-ભક્તિ અધિકાર :
શ્રાવક શ્રમણ સમ્યકત્વ-જ્ઞાન-ચરિત્રની ભક્તિ કરે,
નિર્વાણની છે ભક્તિ તેને એમ જિનદેવો કહે. ૧૩૪. જે શ્રાવક અથવા શ્રમણ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રની ભક્તિ કરે છે, તેને નિવૃતિભક્તિ (નિર્વાણની ભક્તિ) છે એમ જિનોએ કહ્યું છે.
વળી મોક્ષગત પુરુષો તણો ગુણભેદ જાણી તેમની
જે પરમ ભક્તિ કરે, કહી શિવભક્તિ ત્યાં વ્યવહારથી. ૧૩૫. જે જીવ મોક્ષગત પુરુષોનો ગુણભેદ જાણીને તેમની પણ પરમ ભક્તિ કરે છે, તે જીવને વ્યવહારનયે નિર્વાણભક્તિ કહી છે.
શિવપંથ સ્થાપી આત્મને નિર્વાણની ભક્તિ કરે,
તે કારણે અસહાયગુણ નિજ આત્મને આત્મા વર. ૧૩૬. મોક્ષમાર્ગમાં (પોતાના) આત્માને સમ્યક પ્રકારે સ્થાપીને નિવૃતિની (નિર્વાણની) ભક્તિ કરે છે, તેથી જીવ અસહાયગુણવાળા નિજ આત્માને પ્રાપ્ત કરે છે.
વિપરીત આગ્રહ છોડીને, જૈનાભિહિત તત્ત્વો વિષે
જે જીવ જોડે આત્મને, નિજ ભાવ તેનો યોગ છે. ૧૩૯. વિપરીત અભિનિવેશનો પરિત્યાગ કરીને જે જૈનકથિત તત્વોમાં આત્માને જોડે છે, તેનો નિજ ભાવ તે યોગ છે.