________________
૩૯૨ વૃષભાદિ જિનવર એ રીતે કરી શ્રેષ્ઠ ભક્તિ યોગની,
શિવસૌખ્ય પામ્યા; તેથી કર તું ભક્તિ ઉત્તમ યોગની. ૧૪૦ વૃષભાદિ જિનવરેન્દ્રો એ રીતે યોગની ઉત્તમ ભક્તિ કરીને નિવૃતિસુખને પામ્યા; તેથી યોગની ઉત્તમ ભક્તિને તું ધારણ કર.
આ રીતે નિશ્ચય-વ્યવહાર ભક્તિનું સ્પષ્ટ સ્વરૂપ આ અધિકારમાં સમજાવવામાં આવ્યું છે.
૧૧. નિશ્ચય-પરમાવશ્યક અધિકાર :
નથી અન્યવશ જે જીવ, આવશ્યકકરમ છેતેહને;
આ કર્મનાશનયોગને નિર્વાણમાર્ગ કહેલ છે. ૧૪૧. જે અન્યવશ નથી (અર્થાત્ જે જીવ અન્યને વશ નથી) તેને આવશ્યક કર્મ કહે છે (અર્થાત્ તે જીવને આવશ્યક કર્મ છે એમ પરમ યોગીશ્વરો કહે છે). કર્મનો વિનાશ કરનારો યોગ (-એવું જે આવશ્યક કર્મ) તે નિર્વાણનો માર્ગ છે એમ કહ્યું છે.
વશ જેનહીંતે અવશ”, “આવશ્યક અવશનું કર્મ છે;
તે યુક્તિ અગર ઉપાય છે, અશરીર તેથી થાય છે. ૧૪૨. જે (અન્યને) વશ નથી તે ‘અવશ” છે અને અવશનું કર્મ તે આવશ્યક છે એમ જાણવું; તે (અશરીર થવાની) યુક્તિ છે, તે (અશરીર થવાનો) ઉપાય છે, તેનાથી જીવ નિરવયવ (અર્થાત્ અશરીર) થાય છે. આમ નિરુક્તિ છે.
જે ચિત્ત જોડે દ્રવ્ય-ગુણ-પર્યાયની ચિંતા વિષે,
તેનેય મોહવિહીન શ્રમણો અન્યવશ ભાખે અરે ! ૧૪૫. જે દ્રવ્ય-ગુણ-પર્યાયોમાં (અર્થાત્ તેમના વિકલ્પોમાં) મન જોડે છે, તે પણ અન્યવશ છે; મોહાલ્પકાર રહિત શ્રમણો આમ કહે છે.
પરભાવ છોડી, આત્મને ધ્યાને વિશુદ્ધસ્વભાવને,
છે આત્મવશ તે સાધુ, આવશ્યક કરમ છે તેહને. ૧૪૬. જે પરભાવને પરિત્યાગીને નિર્મળ સ્વભાવવાળા આત્માને ધ્યાવે છે, તે ખરેખર આત્મવશ છે અને તેને આવશ્યક કર્મ (જિનો) કહે છે.
પ્રતિક્રમણ-આદિ સ્પષ્ટ પરખી જિન-પરમસૂત્રો વિષે, મુનિએ નિરંતર મૌનવ્રત સહ સાધવું નિજ કાર્યને. ૧૫૫.